ગાય એ હિંદુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. ગાય એ જીવતુ જાગતુ મંદિર છે. વેદ પુરાણોમાં ગાયનો મહિમા વર્ણવ્યો છે. ગાવો વિશ્વસ્ય માતર:।। ગાયને વિશ્વની માતા તરીકે ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવી છે. ‘ગૌ’ ભગવાન સૂર્ય નારાયણના એક કિરણનું નામ છે. ગાય અને પૃથ્વી આ બંને ગાયનાં જ સ્વરૂપ છે. શાસ્ત્રમાં ગોરક્ષાર્થ ગો-યજ્ઞા કરવાનું કહેવામાં આવતુ હતું. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગોવર્ધન પૂજનના સમયમાં ગો-યજ્ઞા કર્યો હતો. ગાયોનું પુજન- વૃષભ પૂજન કરવામાં આવે છે. જેનાથી ગો-સરંક્ષણ ગો-સંવધર્ન ગો વંશ-રક્ષણ થાય છે.
આર્યુવેદમાં જણાવ્યા મુજબગો છુદ્દ (દુધ) ગો ધૃત(ઘી) ગો મુત્ર ગોબર (છાણ) ઉપયોગી છે. અથર્વવેદ ચરક સંહિતા સુશ્રુત સાંહિતા વ.માં ગો મૂત્રની દવા ના ઉપયોગનું વર્ણન છે. ગાયની પરિક્રમા સઘળા તીર્થોની પરિક્રમા કરવા બરાબર છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ સ્વયં ગોપાલ બન્યા છે.
ગો મૂત્રનું સેવન કરવાથી કૃમિ રોગ કરમિયા કોઢ, ખંજવાળ પ્લીહા દૂર થાય છે (ચરક સંહિતા સૂત્ર) વ્રજમાં વેણું, ધેનુ અને રેણુનું મહત્ત્વ છે.ઠાકોરજી ખુલ્લા પગે ચાલીને ગાયો ચરાવવા જતા હતા. પ્રથમ વખત ગાયો ચરાવવા ગાયોને લઈ ગયા તે ‘ગોપાષ્ટમી’ આજે પણ ઉજવાય છે. વ્રજમાં પ્રભુ વાંસળી વગાડતા તો ગાયો કાન ઉંચા કરી સાંભળતી હતી.
બ્રમ વૈવર્ત પુરાણમાં જયશ્રીકૃષ્ણ ખંડમાં લખ્યું છે કે ‘ ગાયના શરીરમાં સમસ્ત દેવો નિવાસ કરે છે તેના પગમાં સર્વ તિર્થોનો વાસ છે. ગાય પૃથ્વી ઉપરનું અમૃત છે. વૈકુઠંનો માર્ગ ગાયની સેવા કરી આપે છે.ગાયની પૂજા સેવા એ બાલકૃષ્ણ ની સેવા છે. ગૌ દાન એ શ્રેષ્ઠ દાન છે. ‘ગ’ અક્ષરવાળા ગાય ગીતા અને ગંગાજી પવિત્ર છે. શ્રીજી બાવાને ગાયો ખુબ ગમતી ગિરિકંદરામાં એક ગાય દુધ સાવી જતી હતી.સુરભિ ગાયનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે.