મોડાસા, અરવલ્લીના યુવાનો માટે રચનાત્મક કાર્યક્રમ કરવા માટે હવે મોડાસાના માલપુર રોડ પર 1 કરોડની કિંમતે ભવ્ય ગાયત્રી ચેતના કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાયત્રી પરિવારના આંતર્રાષ્ટ્રીય મુખ્યાલય શાંતિકુંડના માર્ગદર્શન હેઠળ આ ભવનનું ઉદઘાટન નવેમ્બર સુધીમાં થતાની સાથે જ યુવા જાગરણ શિબિર, સ્વાવલંબન શિક્ષણના કાર્યક્રમોની શરૂઆત થઈ શકશે.
આ કેન્દ્રના નિર્માણ સાથે જોડાયેલ મોડાસા ગાયત્રી પરિવારના કાર્યકર્તા હરેશ કંસારાએ જણાવ્યું કે મોડાસા વિસ્તારમાં રચનાત્મક કાર્યક્રમો માટે ગુજરાતને લગતા કાર્યક્રમો, મિટિગ્સ અને પ્રશિક્ષણ શિબિર માટે કોઈ કેન્દ્ર ન હતું પરંતુ હવે આ કેન્દ્ર તૈયાર થઈ જતા મોડાસા ગાયત્રી પરિવાર સમાજને વ્યસન મુક્ત બનાવવા અને રચનાત્મક કાર્યક્રમોને ગતિ આપવામાં ખૂબ જ મદદ મળશે. તેમને આગળ જણાવ્યું કે ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા અને શૈલીદીદી ના માર્ગદર્શનમાં ઘણા વ્યસન મુક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે હવે આ કેન્દ્ર તૈયાર થતા વધુ વેગ મળશે.
આવા કેન્દ્રો દ્વારા સમાજને તેમજ સમાજના લોકોને ખુબજ ફાયદો થાય છે, તેનાથી લોકો માં જાગૃતતા આવે છે અને જ્ઞાન વધે છે. સાથે સાથે લોકોનું જીવન ભગવાન તરફ વાલે છે. તેથી આ કેન્દ્રનું નિર્માણ જન કલ્યાણના હેતુથી થી અને આત્માના શાંતિ માટે કરવામાં આવી રહ્યું છે.