હિંદુ ધર્મ ની અંદર ગાય ને પવિત્ર પશુ માનવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે ગાય ની અંદર ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ છે એટલા માટેજ તેની પૂજા પણ કરવામાં આવે છે. હિંદુ ધર્મ ની અંદર ગાય ના છાણ ને શુભ માનવામાં આવે છે સાથે એ પણ માન્યતા છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે માટેજ કોઈપણ પ્રકાર ની પૂજા હોય તે જગ્યા એ ગાય ના છાણ ની મદદ થી શુદ્ધ કરવામાં આવે છે.
તો ચાલો જાણીએ આ ગાય ના છાણ નું મહત્વ :-
પ્રાચીન સમયમાં માટી અને ગાય ના છાણ ને શરીર પર ઘસી સાધુ સંત સ્ન્નાન કરતા હતા તેની પાચળ નું ધાર્મિક કારણ એ છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે એવું માનવામાં આવે છે.
ગાય ના છાણ ની અંદર હેજ ના જીવાણું ને ખતમ કરવાની શક્તિ હોય છે,ક્ષય ના રોગીઓ ને ગાય ના તબેલા ની અંદર રાખવા થી છાણ અને ગૌ મૂત્ર ની ગંધ થી ક્ષય રોગ ના જીવાણું મરી જાય છે.
મરેલ પશુ ને એક સિંગડા ની અંદર છાણ ભરી તેને જમીન ની અંદર દાટી દેવાથી સમાધિ ખાતર મળે છે જે કેટલા બધા એકર જમીન માટે ફાયદાકારક સાબિત થાય છે.
ગાયના છાણ નો ઉપયોગ કરી ને હવાન કુંડ નું પણ નિર્માણ કરવામાં આવે છે અને અગ્નિ પ્રગટવા માટે પણ છાણા નો ઉપયોગ કરવામાં આવે છે.