માતા ઘંટીયાલીની પૂજા બી.એસ.એફ ના સૈનિક કરતા હતા. એવું માનવામાં આવે છે કે માતાના ચમત્કારથી ૧૯૬૫ની લડાઈમાં પાકિસ્તાની સેના હારી ગઈ હતી. જૈસલમેર થી ૧૨૦ કિમી દુર અને માતા તનોટ મંદિરથી ૫ કિલોમીટર પહેલા માતા ઘંટીયાલી નો દરબાર આવે છે.
માતા ઘંટીયાલી અને માતા તનોટ ની પૂજા બી.એસ.એફ ના સિપાહી કરે છે. ૧૯૬૫ની લડાઈ માં માતાનો એવો ચમત્કાર જોયો કે પાકિસ્તાની સેના ત્યાજ સ્તંભ થઇ ગઈ. કહેવાય છે કે પાકિસ્તાની સેના એકબીજા ને જ દુશ્મન સમજી લડવા લાગી,
માતાના મંદિરમાં ઘુસેલા પાકિસ્તાની સૈનિક એકબીજાના વિવાદમાં પડી ગયા અને ત્રીજા ચમત્કાર માં પાકિસ્તાની સૈનિક અંધ થઇ ગયા. કેટલું જુનું છે મંદિર: મંદિરના પુજારી પણ બી.એસ.એફ સિપાહી છે.
તેમનું નામ છે પંડિત સુનીલ કુમાર અવસ્થી. અવસ્થી નું માનીએ તો મંદિર ૧૨૦૦ વર્ષ જુનું છે. માતાનો અહી એવો ચમત્કાર જોવા મળ્યો કે ૧૯૬૫ ની લડાઈ દરમ્યાન પાકિસ્તાની સેના પોતાની જ સેના ને ભારતીય સૈનિક સમજી એકબીજા પર ગોળીબાર કરવા લાગ્યા.
થોડા પાકિસ્તાની સૈનિકો માતા ઘંટીયાલી માતાના મદિર સુધી પહોચી ગયા હતા. તેણે માતાના મંદિરને નુકશાન પહોચાડ્યું તો હજુ માતાનો ચમત્કાર થયો અને આપસી વિવાદ માં પડેલા પાકિસ્તાની સૈનિક એકબીજા સાથે લડી મરી ગયા.
અવસ્થી એ જણાવ્યું કે માતાના દરબાર સુધી પહોચેલી પાકિસ્તાની ટુકડીએ માતાનો શ્રીંગાર ઉતારવાની કોશિશ કરી તો તે બધા અંધ થઇ ગયા. બી.એસ.એફ કરે છે પૂજા: માતા ઘંટીયાલી અને માતા તનોટ ની પૂજા બી.એસ.એફ ના સિપાહી કરે છે.
૧૯૬૫ અને ૧૯૭૧ ની લડાઈ માં બને દેવીઓના આશીર્વાદ થી તથા ચમત્કારથી પાકિસ્તાનીઓ ને ધૂળ ચટાવ્યા પછી બી.એસ.એફ એ બંને મંદિરોની જવાબદારી પોતાના હાથો માં લઇ લીધી. બને મંદિરો માં બી.એસ.એફ ના સિપાહી જ પંડિત હોય છે. અત્યારે આ જવાબદારી બી.એસ.એફ ની ૧૩૫મિ વાહિની પાસે છે.