જો ઘરમાં હોય આ પ્રકારનો વાસ્તુ દોષ તો મળે છે દરેક કાર્યમાં નિષ્ફળતા

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ ચાર દિશા સિવાય તેનાથી સર્જાતા ખૂણાનું પણ મહત્વ છે. આ ચાર ખૂણાનું ધ્યાન રાખવામાં આવે એટલે કે ઘરમાં ખૂણાના દોષ ન સર્જાતા હોય તો વાસ્તુદોષના કારણે કોઈ સમસ્યા નડતરરૂપ બનતી નથી. તો આજે જાણી લો કે કેવી રીતે બચી શકાય આવા વાસ્તુદોષથી.

ઈશાન ખૂણાના દોષ : ઈશાન ખૂણામાં મોટો બેઠકરૂમ, ગેલેરી અથવા મંદિર હોય તે ખૂબ જ શુભ છે, જો આ ખૂણામાં ટોયલેટ-બાથરૂમ હોય તો સંતાન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઉપરાંત ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે. ઈશાન ખૂણો કપાતો હોય તો જીવન નીરસ બની જાય છે. ઘરમાં સ્ત્રીની તબિયત ખરાબ રહે છે અને જો પુત્ર હોય તો તેની પ્રગતિ અટકી જાય છે અને આર્થિક સંકડામણનો પણ સામનો કરવો પડે છે. આ દિશામાં રસોડું હોય તો ગૃહક્લેશ તથા ધનનો નાશ થાય છે.

અગ્નિ ખૂણાના દોષ : અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ખૂબ જ સારું, પરંતુ જો આ ખૂણામાં બેડરૂમ હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી મોટો દોષ ઊભો કરે છે. આ ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં ઊંચો હોય તો સ્ત્રીની તબિયત ખરાબ કરે છે.

નૈઋત્ય ખૂણાના દોષ: નૈઋત્ય ખૂણામાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, બોર અથવા ખાડો હોય તો દોષ ગણાય. નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો પણ દોષ ગણાય. આ દિશામાં મુખ્ય દરવાજો હોય તો ઘરમાં અચૂક બીમારી આવે છે. નૈઋત્ય ખૂણામાં રસોડું હોય તો પતિ-પત્નીમાં હંમેશાં ઝઘડા થયા કરે છે. નૈઋત્ય દિશા વધતી હોય તથા બેઠક રૂમ હોય. આ દિશા ખાલી હોય અથવા નૈઋત્ય બાજુ ખાલી જગ્યા હોય તો સ્ત્રી-પુરુષ ગંભીર રોગનાં શિકાર બને છે.

વાયવ્ય ખૂણાના દોષ : આ ખૂણામાં મહેમાનો માટેનો રૂમ રાખી શકાય, પરંતુ બાળકોના અભ્યાસ માટે રૂમ આ ખૂણામાં બનાવેલો હોય તો તે વાસ્તુદોષ ગણાશે. વાયવ્ય ખૂણામાં રાખેલી બારીઓના કાચ તૂટેલા ન હોવા જોઈએ. વાયવ્ય ખૂણો અગ્નિ કરતાં ઊંચો હોય તો પણ દોષ સર્જાય છે. આ ખૂણામાં કાંટાવાળાં ઝાડ ઉગાડેલાં હોય તો દોષ છે. જન્મકુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો વાયવ્ય ખૂણાનો દોષ આવે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer