ઘરની દીવાલ પર લખેલા 4 શબ્દ દૂર કરશે વાસ્તુ દોષ….

ઘરમાં વાસ્તુદોષ હોય તો ત્યાં રહેતા લોકોને અનેક સમસ્યાઓ નડે છે. આવક, કારર્કિદી અને સ્વાસ્થ્ય પર પણ વાસ્તુ દોષની અસર પડે છે. આવા વાસ્તુદોષથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ કેળનું ઝાડ અને ડાબી બાજુ તુલસીનો છોડ રાખવો જોઈએ. જો આ કામ કરવું શક્ય ન હોય તો વાસ્તુ શાસ્ત્રમાં એવા અક્ષર વિશે જણાવવામાં આવ્યું છે કે જેને યોગ્ય જગ્યા પર લખવા માત્રથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

– ઘરના ઉત્તર ભાગમાં વાસ્તુ દોષ હોય તો તે દિશાની દીવાલ પર સાદા કાગળ પર ‘અ’ શબ્દ લખી અને તેને ચોટાડી દેવો જોઈએ.

– દક્ષિણ દિશામાં વાસ્તુ દોષ હોય તો તે દીવાલ પર ‘મ’ અક્ષર લખી તેને કાગળને લગાવવો.

– પૂર્વ દિશાનો દોષ ઘરમાં સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે કાગળ પર અર્ધચંદ્ર અને તેની વચ્ચે એક બિંદૂ કરી દીવાલ પર તેને લગાવી દેવો.

– પશ્ચિમ દિશાના દોષને દૂર કરવા ઓમ શબ્દનો ઉપયોગ કરવો. કાગળ પર ઓમ અંકિત કરવાને બદલે તમે ઓમની નિશાની બનાવીને પણ તે દીવાલ પર રાખી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer