નજર દોષથી બચવાના આ ૬ ઉપાય: નજર દોષના કારણે મનુષ્યના જીવનમાં અચાનક અનેક પ્રકારની તકલીફ આવે છે. બધા જ ક્ષેત્રોમાં નિરાશા મળે છે. એવું કહેવાય છે કે જ્યારે તમારી કામયાબીથી આસપાસના લોકોને ઈર્ષ્યા થવા લાગે
ત્યારે તેમની ખરાબ નજરને કારણે વ્યક્તિની સકારાત્મક ઊર્જા નકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થવા લાગે છે. આવામાં લોકો નજર દોષને દૂર કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. ચાલો જાણીએ નજર દોષ દૂર કરવાના થોડાક ઉપાયો.
બાળકોની નજર ઉતારવાના ઉપાયો: પહેલો ઉપાય: જો કોઈ બાળકને નજર લાગી જાય તો તે અચાનક રડવા લાગશે અને ખાવાનું અથવા દૂધ પીવાનું છોડી દે છે. આવામાં ૨ સૂકા મરચાં, સિંધવ મીઠું અને થોડાક સરસવના દાણાં લેવા ત્યારબાદ બાળક ની ઉપર થી લઈને નીચેની તરફ ત્રણ વાર ફેરવવું ત્યારપછી તેને સળગાવી દેવું. તેને બાળવાથી જે ધુમાડો થાય ત્યારે થોડીક વાર માં નજર ની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે.
બીજો ઉપાય: રૂની એક દિવેટ લેવી તેને દિવેલમાં ડુબાડવી ત્યારબાદ તે દિવેટને બાળક ઉપરથી ત્રણ વાર ઉતારવી અને ત્યારપછી તેને કંઈપણ બોલ્યા વગર બાળવી. જ્યારે એ દિવેટ પુરી રીતે બળી જાય ત્યારે બાળક પરથી ખરાબ નજરની અસર પણ ખતમ થઈ જાય છે.
વ્યવસાય પર લાગેલી ખરાબ નજર ઉતારવાના ઉપાયો: પહેલો ઉપાય: જો તમારા વ્યવસાયને કોઈની નજર લાગી હોય તો શનિવારના દિવસે એક લીલું લીંબુને ઓફિસની ચારે બાજુ દિવાલોને સ્પર્શ કરાવો અને ત્યારબાદ તે લીંબુના ચાર ટુકડા કરીને ચારેય દિશામાં ફેંકી દેવા.
આમ કરવાથી તમારા વ્યવસાયને લાગેલી નજર જલ્દી ઉતરી જશે. બીજો ઉપાય: જો તમારા વ્યાપારને નજર લાગી હોય તો તમારે લોખંડ ની ચાર ખીલીને વ્યવસાય સ્થળના ચારે ખૂણે ઠોકી દેવી આમ કરવાથી તમારા વ્યાપરને લાગેલી ખરાબ નજરની અસર સમાપ્ત થઈ જાય છે.
ઘરને લાગેલી ખરાબ નજર ઉતારવાના ઉપાયો: પહેલો ઉપાય: જો આપના ઘરને કોઈની ખરાબ નજર લાગી હોય તો શુક્રવારના દિવસે આસોપાલવના પાંદડાનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવું. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ નજરનો દોષ સમાપ્ત થાય છે.
બીજો ઉપાય: શનિવારના દિવસે કાળા ઘોડાની નાળને દિવેલના તેલમાં પલાળીને શનિદેવના મંત્ર ઉચ્ચારણ થી તેની પૂજા કરવી અને ત્યારબાદ તેને ઘરના મુખ્યદ્વાર પર ટીંગાડવી. આમ કરવાથી આપના ઘરને કોઈની ખરાબ નજર નહિ લાગે.