‘શ્રીમદ્ ભગવદ્ગીતા’નો દિવ્ય સંદેશ કોઈ એક જાતિ કે ધર્માનુયાયી માટે નથી. પરંતુ તેનો અમૂલ્ય ઉપદેશ આખા વિશ્વ માટે છે. સાતસો શ્લોકની એવી ગીતાને કામધેનુ અને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. તેમાં મનુષ્ય માટેનો ઉચ્ચ આદર્શ નક્કી કરવામાં આવ્યો છે. અને તેને મેળવવા માટેનું સરળમાં સરળ સાધન પણ બતાવ્યું છે. જગતની તમામ ભાષાઓમાં આનો અનુવાદ થયેલો છે. હિન્દુ ધર્મનું પરમ શ્રેષ્ઠ ધાર્મિક ગ્રંથ છે કે જે ખુદ ભગવાનનાં મુખેથી કહેવાયું છે. અન્ય પુરાણોએ તથા શંકરાચાર્યે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિશિષ્ટ મહાત્યમ ગાયું છે. ચાલો જાણીએ કેટલીક ખાસ વાતો..
૧) પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય આયુષ ભોગવતો શ્રીગીતાનાં અભ્યાસમાં આસક્ત રહેનારો આ લોકમાં મુક્તિ અને સુખી થાય છે. અને કર્મથી લેખા તો નથી.
૨) જેમ કમળનાં પાનનો જળ સ્પર્શ કરતું નથી તેમ ‘શ્રી ગીતા’નું ધ્યાન કરનારને મહાપાપાદિ કદી સ્પર્શ કરતાં નથી.
૩) જ્યાં જ્યાં ‘ગીતાનું’ પુસ્તક રહે છે. તેનું પઠન થયા કરે છે. ત્યાં ત્યાં પ્રયાગાદિ સર્વ તીર્થો રહે છે.
૪) શ્રી ગીતા એ અતિ વર્ણનીય પદોવાળી, અવિનાશી, અર્ધમાત્રાયુક્ત ‘અક્ષરરૂપ, નિત્ય અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે. તેમાં કોઈ સંશય નથી.
૫) જ્યાં ‘ગીતાજી’નો પાઠ થાય છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગિઓ અને ગોપાલ શ્રીકૃષ્ણ પણ નારદ, ધ્રુવ અને સર્વ પાર્ષદો સાથે જલદી સહાયક થાય છે.
૬) ભગવાન શ્રીકૃષ્ણે પોતાનાં મુખમાંથી અર્જુનને કહેલી ત્રણ વેદરૂપ, પરમ આનંદરૂપ અને તત્ત્વ સ્વરૂપ પદાર્થના જ્ઞાાનથી યુક્ત ભરેલી છે.
૭) જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા એક શ્લોકનાં એક ચરણનો પણ પાઠ કરે છે. તે મન્વંતર સુધી મનુષ્ય પણાને પામે છે.
૮)’શ્રી ગીતા’નો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે. અને પરમ પદને પામ્યા છે.
૯) ‘શ્રીકૃષ્ણ ભગવાન’નાં મુખ કમળમાંથી જે આપોઆપ નિકળેલી છે. તે ‘શ્રીગીતા’ સારી રીતે ગાવા વાંચવા જેવી છે. બીજા શાસ્ત્રોનાં સંગ્રહોથી શું ફળ છે ?
૧૦) જે મનુષ્ય ઘોર સંસાર સાગરને તરવા ઇચ્છે છે તો ‘શ્રી ગીતા’ રૂપી વહાણ પર ચડી સુખથી સંસાર સાગર પાર કરી જાય છે.
૧૧) વળી ગીતા અભ્યાસ કરનારાને શાપ કે પાપ લાગતું નથી- દુર્ગતિ પણ થતી નથી. અને શરીરનાં છ શત્રુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ (અહંકાર) અને ઇર્ષા કદી પીડા કરતા નથી.
૧૨) મનુષ્ય- જે જે કર્મ કરે છે તેમાં ‘શ્રી ગીતાપાઠ’ ચાલુ રાખવાથી તે તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થઈ પૂર્ણ ફળ આપનારા બને છે.
૧૩) પિતૃઓને ઉદેશીને શ્રદ્ધાપૂર્વક ગીતાપાઠ કરવાથી પિતૃઓ સંતુષ્ઠ થઈને સદ્ગતિને પામે છે. અને પુત્રો એ આશિર્વાદ આપનારા બને છે.
૧૪) દરેક ઉપનિષદો ગાય સ્વરૂપ છે અને ગોપાલનંદન (શ્રીકૃષ્ણ) તેને દોનાર ગોવાળ છે. અર્જુન એના ગીતામૃત રૂપી દુધને પીનાર વાછરડા સ્વરૂપ છે.
૧૫) ગીતાજીનો પાઠ કરનારાનો પુનર્જન્મ થતો નથી.
ગીતા- ગંગા- ગાયત્રી- સીતા- સત્યા- સરસ્વતી- બ્રહ્મવિદ્યા- બ્રહ્મવલ્લી- ત્રિસંધ્યા- મુક્તિપદાયની- અર્ધમાત્રા- ચિદાનન્દા- ભવત્રી- ભયનાશિન- વેદત્રયી- પરાઅવનતા- તત્વાર્થ- જ્ઞાનમંજરી આ અઢાર નામો ગીતાજીનાં છે. આ નામોનો પણ નિત્ય જપ કરવાથી માનવી જ્ઞાન સિદ્ધિને પામી અને પરમપદને પ્રાપ્ત કરે છે.