શ્રીમદ્ ભગવદ્ ગીતની આ ખાસ વાતો, જેને વાંચીને થઇ જશો ધન્ય

ગીતા કહે છે કે જીવન રડવા માટે નથી, અને ભાગી જવા માટે પણ નથી, જીવન હસવા અને રમવા માટે છે. તે આપણને સંકટો સામે હિંમતથી સામનો કરવાની પ્રેરણા આપે છે. ગીતા દરેક લોકોને જીવનમાં આવતા નાના મોટા સંકટો સામે ટકી રહેવાની શક્તિ આપે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનનો અદભુદ ભંડાર છે.

આપણે દરેક કાર્યનું ખુબ જ ઝડપથી પરિણામ મેળવવા ઈચ્છતા હોઈએ છીએ પરંતુ ભગવાન કહે છે ધીરજ વિના અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ, અને લોભથી નિવૃત્તિ મળે છે. તો ચાલો જાણીએ એ ૧૦ ખાસ વાતો.

૧. શ્રીમદ્ ભગવદ્ ગીતા એક દિવ્ય ગ્રંથ છે. ગીતા મરવાનું સીખ્વાડે છે, જીવનને ધન્ય બનાવે છે, તે આપણને આળસ ના કરવાથી લઈને મહેનતથી કાર્ય કરવાનું શીખવે છે

૨. શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓના પવિત્ર ગ્રંથો માંની એક છે.  

૩. ગીતા જયંતી માગશર શુક્લ એકાદશીના દિવસે મનાવામાં આવે છે.

૪. ગીતા ફક્ત ધર્મ ગ્રંથ જ નહિ એક અનુપમ જીવન ગ્રંથ છે. જીવન ઉત્થાન માટે તેનું અધ્યયન દરેક લોકોએ કરવું જોઈએ.

૫. શ્રીમદ્ ભગવદ્ ગીતાની પુષ્ઠભૂમિ મહાભારતનું ઉદ્ધ છે.

૬. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય છે અને મહાભારતનું યુદ્ધ પણ ૧૮ દિવસ ચાલ્યું હતું.

૭. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

૮. ગીતામાં કર્તવ્યને જ ધર્મ કહેવામાં આવ્યો છે. ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યને પૂર્ણ કરવા માટે ક્યારેય પણ લાભ હાનીનો વિચારના કરવો જોઈએ.

૯. ગીતાના ૭૦૦ શ્લોકોમાં એ બધીજ સમસ્યાઓનું સમાધાન છે, જે દરેક લોકોની સામે ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે.

૧૦. ગીતા એક માત્ર એવો ગ્રંથ છે, જેની જયંતી માનવામાં આવે છે.

ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને ગીતાના જ્ઞાન દ્વારા વિશ્વના મનુષ્યોને પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer