ગોબરમાંથી બનેલ ગણપતિ કરશે દરેક ઈચ્છા પૂર્ણ, વાંચો અને જાણો ક્યાં આવેલ છે આ વર્ષો જૂની ગોબરની ગણેશ મૂર્તિ…

ગણપતિ બાપાના તમે અનેક રૂપ જોયા હશે પણ શું તમે ક્યારેય ગણપતિની ગોબરમાંથી બનેલ મૂર્તિ વિષે સાંભળ્યું છે? હા આ મૂર્તિ આવેલ છે મધ્યપ્રદેશના મહેશ્વરમાં. આ મૂર્તિ એ હજારો વર્ષો જૂની છે. કહેવાય છે કે અહિયાં નારિયલ ચઢાવવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.

માથા પર મુગટ, ગળામાં હાર અને સુંદર શણગાર સજેલા ગણપતિબાપ્પાના આ રૂપમાં છુપાયેલ છે ભક્તોનું દુખ દૂર કરવા માટેનો ઈલાજ. ગણપતિનું આ સ્વરૂપ એ મન મોહી લેનાર છે અને હેરાન પણ કરી દેનાર છે કારણકે અહિયાં ગણપતિને ગોબર ગણેશના નામથી બોલાવવામાં આવે છે. મધ્યપ્રદેશના નિમાડ ક્ષત્રમાં મહેશ્વર નામની જગ્યા છે ત્યાં ગણપતિ બાપના આ અદ્ભુત દર્શન થઇ શકે છે. માહેશ્વરમાં મહાવીર માર્ગ પર બનેલ ગણપતિની આ મૂર્તિ એ ગોબર અને માટીમાંથી બનાવેલ છે જેમાં વધારે પડતો ઉપયોગ ગોબરનો કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે જયારે આપણે પૂજા પાઠ કરીએ છીએ તો ગોબરમાંથી ગણપતિ બનાવીને પૂજા કરીએ છીએ. માટી અને ગોબરમાંથી બનેલ મૂર્તિમાં પંચતત્વોનો વાસ હોય છે. ગોબરમાં ખાસ કરીને માતા લક્ષ્મીનોવાસ હોય છે એટલા માટે આ ગોબર ગણેશ મંદિરે આવનારા ભક્તોને ગણપતિની સાથે સાથે લક્ષ્મીમાતાના આશીર્વાદ પણ મળે છે.

બાપ્પાની મૂર્તિ સાથે મંદિરનો આકાર પણ લોકોને હેરાન કરી દેવાવાળો છે એક તરફ જ્યાં મંદિરનો બહારનો ભાગ એ કોઈ મસ્જીદના ગુંબજ જેવો છે અને અંદરની તરફથી આ મંદિર એ લક્ષ્મીયંત્ર જેવું લાગે છે. કહેવાય છે કે ઓરંગઝેબના શાસનકાળ દરમિયાન આ મંદિરને તોડીને મસ્જીદ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એટલા માટે આ મંદિરનો આકાર એ બહારથી મસ્જીદના ગુંબજ જેવો છે.

મંદિરમાં બાપ્પા ગણપતિ એ પોતાની બંને પત્નીઓ સાથે વિરાજમાન છે અને ભક્તોનું કલ્યાણ કરતા રહે છે. ભક્તોનું માનવું છે કે અહિયાં આવવાથી ગણપતિના દર્શન કરવાથી ગણપતિએ ભક્તના દરેક દુઃખ દૂર કરી દે છે. આ જ કારણ છે કે જે પણ ભક્ત એ અહિયાં આવે છે એ અહિયાં ઉંધો સાથીયો કરે છે અને કોઈપણ એક માનતા માને છે અને પછી જયારે તેમની આ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે આ મંદિરની મુલાકાત લઈને આ ઉંધા સાથીયાને સીધો કરે છે. જો તમે પણ ત્યાં જાવ અને તમારી માનતા પૂર્ણ થાય તો ઉંધા સાથીયાને સીધો કરવાનું ભૂલતા નહિ.

મહેશ્વરમાં મહાવીર માર્ગ પર આવેલ ગોબર ગણેશ મંદિરમાં દર્શન કરવા માટે દરરોજ અનેક ભક્તો આવતા હોય છે ખાસ કરીને જયારે ગણપતિનો તહેવાર કે પછી દિવાળી હોય છે ત્યારે અહિયાં ભારે સંખ્યામાં લોકો આવતા હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer