ગોવિંદઘાટ અને ઠકુરાણીઘાટ શ્રીમદ્ ગોકુલના ચરણાવિંદરૂપ છે.

શ્રીમદ્ ગોકુલમાં શ્રી યમુનાજી વહી રહ્યા છે. ગોકુલમાં પુષ્ટિમાર્ગની બેઠકો છે. તેમાં શ્રી ગુંસાઈજી પ્રભુ ચરણના બેઠકજી ઠકુરાણી ઘાટ, જગન્નાથ , અસ્ટસખી ઘાટ , મુરલીધર ઘાટ, ચૌગાન ઘાટ, બ્રહ્માંડ ઘાટ, ચિંતા હરણ ઘાટ, કોયલો ઘાટ, શ્રી વલ્લભ ઘાટ, ઉત્તલેશ્વર ઘાટ, ગોપાલ ઘાટ, જશોદા ઘાટ આવા અનેક ઘાટ આવેલા છે. પૃથ્વી પરિક્રમા કરતાં શ્રી મહાપ્રભુજી વિ.સં. ૧૫૪૯માં શ્રીમદ્ ગોકુલ પધાર્યા હતા તે સમયે ગાઢ વન હતું. શ્રી યમુનાજીના તટે ઠાડા રહી. મનમાં વિચાર કરે છે કે અહીં ગોવિંદઘાટ અને ઠકુરાણી ઘાટ ક્યાં છે? આ વખતે શ્રી યમુના મહારાણીએ, સાક્ષાત પ્રકટ થઈ સાક્ષાત દર્શન આપ્યાં.

શ્રી યમુનાજીએ ગોવિંદઘાટ અને ઠકુરાણી ઘાટ બતાવતા શ્રી વલ્લભે તે સમયે ‘યમુનાષ્ટક સ્તોત્ર’ની રચના કરી. સ્તુતિ કરી સદોષ પુષ્ટિ કરી દૈવી જીવોનો અંગીકાર કરી બ્રહ્મસંબંધનું દાન કરવાની ભગવદ્ આશા શ્રીમદ્ ગોકુલના ગોવિંદઘાટ ઉપર શ્રાવણ શુકલ એકાદશીના દિવસે થઈ. આ આશાનો દિવસ એ પુષ્ટિમાર્ગનો પ્રાક્ટય દિવસ!ભગવદીપો ગાય છે. ભક્તિ ગોકુલ તે પ્રકટ થઈ. ગોકુલ એટલે ગોકકુલ, ગો એટલે ગાયો ગો-એટલે-ઈન્દિયો ગો-એટલે પૃથ્વી આમ ‘ગો’ શબ્દોનો વિવિધ અર્થ છે. ગો એટલે સ્વર્ગ, ગોકુલ એટલે વૈકુંઠ દ્વાર!

શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખિત ગોકુલ વ્રજ. ગોસ્ટે શબ્દો સમનાર્થક જ છે. શ્રીમદ્ ગોકુલ નિ:સાધન પુષ્ટિ દૈવીજીવોનું નિજધામ હોવાથી તેની સાથે દેહ સંબંધ નથી પરંતુ આત્મસંબંધ ભાવ સંબંધ છે. શ્રીમદ્ ગોકુલ એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાક્ટય સ્થાન અને અલૌકીક લીલા ભૂમિ!ગોકુલનો મહિમા એટલો બધો હતો કે શ્રી નારાયણદાસ દિવાને એક વ્રજવાસીને પોતાની પાસે રાખી એટલું જ કામ સોંપ્યું હતું કે દર પાંચ મીનીટે ”ભૈયા શ્રી ગોકુલ કબ ચલોગે? પૂછી ગોકુલનું સ્મરણ કરાવવું.”

ભક્ત કવિ શ્રી વ્યાસદાસજી પણ સ્વયં અનુભવ કરીને કહે છે કે – દૈખો યા લોકમેં ગોકુલ ગોલો કે હૈ ‘અહીં શ્રી મહાપ્રભુજીએ વિશ્વ પ્રસિદ્ધ યમુનાસ્ટક પૃથ્વી છંદમાં નવ શ્લોકમાં સ્તુતિરૂપે કર્યું તેથી ગોકુલ પ્રસિદ્ધ છે.’ શ્રાવણ સુદી અગિયારસની મધ્ય રાત્રિએ શ્રી મહાપ્રભુજી પાસે પધારી શ્રી ઠાકોરજીએ જીવોને બ્રહ્મસંબંધ આપવાની આશા કરી તે બેઠકજી સ્વરૂપે આજે પણ ગોકુળમાં છે. દામોદરદાસને આ બ્રહ્મસંબંધનું પ્રથમ દાન કર્યું હતું. આના સંદર્ભમાં શ્રી દામોદરદાસજીને સિદ્ધાંત રહસ્ય નામક ગ્રંથ રચી સમજ આપી.

આ બેઠકજી પુષ્ટિમાર્ગમાં મહત્વની બેઠક ગણાય છે. આ બેઠકમાં શ્રી મહાપ્રભુજીની બાજુમાં જ શ્રીનાથજી બિરાજે છે. અહીં ‘બ્રહ્મ સંબંધ’નો જાપ અવશ્ય વૈષ્ણવોએ કરવો. વિક્રમ સંવત ૧૬૨૮ થી ૧૭૨૬ના સમય દરમ્યાન શ્રીમદ્ ગોકુલની જાહોેજલાલી ખૂબ હતી. શ્રી ગુંસાઈજીથી પ્રભાવિત થયેલા અકબર બાદશાહે અહીંની જમીન અને ગાયો સનદ સ્વરૂપે શ્રી ગુંસાઈજીને ભેટ આપી હતી.

શ્રી ગુંસાઈજી ગૌસંરક્ષક હોવાથી તેમને અકબર બાદશાહે ગોસ્વામીની પદવી આપેલી જે અપભ્રંશ થઈ શ્રી ગુંસાઈજી થયું મનાય છે. ગોકુલની પાસે મહાવન આવેલું છે તે જૂનું ગોકુલ કહેવાય છે. બ્રહ્મદ્વારાહ પુરાણ કહે છે કે, પૃથ્વી પરના પાંચ ગામ પ્રભુના કોશ મનાય છે. જેમાં એક છે શ્રીમદ્ ગોકુલ. શ્રીમદ્ ગોકુલમાં અનેક મંદિરો છે. (૧) શ્રી ગોકુલનાથજીનું મંદિર છે (૨) શ્રી રાજા ઠાકોરજીનું મંદિર (૩) શ્રી ગોપાલલાલજીનું મંદિર (૪) મોરવાળું મંદિર (૫) કટરાવાળુ મંદિર (૬) શ્રી જામનગરવાળા (૭) શ્રી રાધામાતાજીનું મંદિર (૮) શ્રી વ્રજેશ્વરજીનું મંદિર (૯) શ્રી દ્વારકાધિશજીનું મંદિર (૧૦) શ્રી મયુરેસજીનું  મંદિર, શ્રી ગોકુલનાથજીનું મંદિર. શ્રી ગોકુલમાં શ્રી યમુનાજીના કુલ બાર ઘાટ છે. ગોવિંદઘાટ અને ઠકુરાણીઘાટ પુષ્ટિ વૈષ્ણવો ખાસ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer