કહેવાય છે કે જયારે વ્યક્તિ પાસે કોઈ રસ્તો નથી રહેતો ત્યારે તે હારીને ભગવાનને પ્રાથના કરે છે. જ્યાં એમને મદદની આસ હોય છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાન પાસેથી કઈ માંગે છે તો એને મળે પણ છે. આ કારણથી બધા મંદિરમાં શ્રદ્ધાળુઓ ની ભીડ રહે છે.
બધા લોકો મંદિરમાં જઈને ભગવાન આગળ જોળી ફેલાવીને ભીખ માંગે છે. મિત્રો, આજે અમે આ આર્ટીકલના માધ્યમથી એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાનની અદાલત લાગે છે. કહેવામાં આવે છે કે અહી બધા વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. આ મંદિરને આ વિશેષતા માટે આખા દેશમાં ઓળખવામાં આવે છે.
દેશમાં ઘણી વસ્તુ એવી છે જેના પર ખુલી આંખથી વિશ્વાસ કરવો મુશ્કિલ થાય છે, પરંતુ એમની આસ્થા એમના હોવાનું પ્રમાણ આપે છે. મિત્રો અત્યાર સુધી ન્યાય માટે લોકોને ચક્કર લગાવતા જોયા જ હશે, પરંતુ આજે અમે એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ ઘણા ઓછા લોકો જાણતા હશે.
આ મંદિરને ન્યાય માટે ઓળખવામાં આવે છે. અહી સ્ટેમ્પ પેપર પર અરજી લખીને મંદિરમાં બાંધવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિને ન્યાય મળે છે. એટલું જ નહિ અહી જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના એક કાગળમાં લખીને લટકાવે તો એ પણ પૂર્ણ થાય છે. આવી રીતે અહી નાય અને ઇચ્છાઓ પુરતી કરવા માટે એક કાગળમાં અરજી લખી લટકાવવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડ માં આવેલું છે.
ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં આવેલ આ મંદિર માં જે ભગવાન છે એ ગોલુ દેવતા ના નામથી ઓળખાય છે. આ ગોલુ દેવતા ભગવાન શિવજી નો જ એક ભેરવ અવતાર છે. એવું માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે જયારે વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થઇ જાય છે ત્યારે અહી ઘંટી ચડવામાં આવે છે. ભગવાનને ઈચ્છા પુરતી બદલ ઘંટી ભેટ કરવામાં આવે છે. જેના કરને આ મંદિરમાં ઘંટીઓ નો ઢગલો થઇ ગયેલ છે. આ મંદિરમાં ભક્તોની ભીડ હંમેશા રહે છે અને મોટા ભાગે એવા ભક્તો હોય છે જેમના કોઈ કોર્ટ કચેરીમાં કેસ ચાલી રહ્યા હોય અને તેનો કોઈ ચુકાદો ના આવી રહ્યો હોય, તેથી તેનો જલ્દી ઉકેલ આવી જાય એ માટે અહી ભક્તો માનતા રાખે છે.