ગોવર્ધન પુજાના અમુક દિવસો પછી ગોપાષ્ટ્મી ઉજવવામાં આવે છે. ગોપાષ્ટ્મી પર્વ વ્રજવાસીઓ તથા વૈષ્ણવ લોકો માટે ખાસ મહત્વ હોય છે. આ દિવસે ગૌ માતા ની પૂજા થાય છે તો ચાલો તમને ગોપાષ્ટ્મી પર્વ વિશે વિશેષ જાણકારી જણાવી દઈએ..
ગૌ માતાનું જીવનમાં વિશેષ સ્થાન છે, આપણે આપણા આવશ્યકતાઓ હેતુ ગાય પર નિર્ભર કરીએ છીએ. ગોપાષ્ટ્મી પર્વ ગૌ માતા ને સમર્પિત એક તહેવાર છે. ગોપાષ્ટ્મી નો તહેવાર કાર્તિક શુક્લ પક્ષ ની અષ્ટમી ના રોજ ઉજવવામાં આવે છે. ગોપાષ્ટ્મી ના દિવસે આખા દેશમાં શ્રી કૃષ્ણ મંદિરો માં વિભિન્ન પ્રકારના આયોજન થાય છે. એ સિવાય ગૌ માતા ની પૂજા કરીને ગાયના મહત્વ પર ચર્ચા કરવામાં આવે છે. ગોપાષ્ટ્મીના દિવસે શ્રી કૃષ્ણ મંદિરોમાં વિવિધ પ્રકાર ના ભોગ પણ ધરાવવામાં આવે છે.
ગોપાષ્ટ્મી નું મુર્હુત
ગોપાષ્ટ્મી તિથિ – ૪ નવેમ્બર ૨૦૧૯
ગોપાષ્ટ્મી તિથિ ચાલુ થઇ ચુકી છે – સવારે 02:૫૬ (૪ નવેમ્બર ૨૦૧૯)
ગોપાષ્ટ્મી તિથિ નો અંત થઇ રહ્યો છે – સવારે ૦૪:૫૭ (૫ નવેમબર ૨૦૧૯)
ગોપાષ્ટ્મી નું મહત્વ
આપણા હિંદુ ધર્મ તથા શાસ્ત્રોમાં ગાય ને દરેક પ્રાણીઓ ની માતા કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાય ના દેહ માં સમસ્ત દેવી દેવતા વાસ કરે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે સ્નાન કરીને ગૌ માતા ને સ્પર્શ કરે છે, તે દરેક પ્રકારના પાપમાંથી મુક્ત થઇ જાય છે. ગાયો નો સમૂહ જ્યાં બેસીને આરામ થી શ્વાસ લે છે, એ જગ્યા પરથી દરેક પાપ નાશ થઇ જાય છે.
ગોપાષ્ટ્મીની પૂજા
ગાયોની રક્ષા કરવાના કારણે શ્રીકૃષ્ણ ગોવિન્દ તારીખે ઓળખાયા. એવી માન્યતા છે કે ગોવર્ધન પર્વત ધારણ કરીને પછી કામધેનું એ ભગવાન શ્રી કૃષ્ણ નો અભિષેક કર્યો હતો. ગોપાષ્ટ્મી ના દિવસે પ્રાતઃ સ્નાન કરીને ગાય ને સ્નાન કરાવ્યું. એ પછી ગાય અને એના વાછરડા ને તૈયાર કરવામાં આવે છે. ગાય ને પગમાં ઘૂંઘરું પહેરાવવામાં આવે છે તથા ઘણા પ્રકારના આભૂષણો થી પણ શણગારવામાં આવે છે. સાથે જ મહેંદીના થાપા અને હળદળ થી પૂજા કરીને એને ભોજન કરાવવામાં આવે છે. એ દિવસે ગૌ માતા ને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે. એ સિવાય ગાય ની પરિક્રમા કરીને એને બહાર ફરવા લઇ જાય છે. ગોવાળા ને પણ દાન આપવાની પરંપરા છે.