જાણો ગુરુપૂર્ણિમા ના દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા નું મહત્વ.

ગુરુ એટલે આપણને જ્ઞાન આપે તે. સામાન્ય ભાષામાં ગુરુનો અર્થ આપણે આવો કરી શકીએ. કે જેમની પણ પાસેથી કઈ શીખવા મળે અથવા જ્ઞાન મળે તે આપણા ગુરુ કહેવાય. ગુરુ હંમેશા તેના શિષ્ય ને સાચી સલાહ આપે છે અને યોગ્ય રાહ પર દોરવાનું કાર્ય કરે છે અને તેથી જ આપણા ધર્મમાં ગુરુને ખુબજ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

ગુરૂ પુર્ણિમા અષાઢ શુક્લની પુર્ણિમાને કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મમાં દર મહિને આવનારી પુર્ણિમાનુ એક જુદુ મહત્વ છે. પણ ગુરૂ પુર્ણિમાને ખૂબ મહત્વપુર્ણ માનવામાં આવે છે. અજ્ઞાની અને અંધકારમાં ભટકતા શિષ્યોને યોગ્ય માર્ગ પર લાવનારા વ્યક્તિને જ ગુરૂનુ પદ આપવામાં આવે છે.

બાળકને જન્મ ભલે માતા પિતા આપતા હોય પણ જીવનનો અર્થ અને સાર સમજાવવાનુ કાર્ય ગુરૂ જ કરે છે. તેને જીવનની કઠિન રાહ પર મજબૂતીથી ઉભા રહેવાની હિમંત એક ગુરૂ જ આપે છે. હિન્દુ પરંપરામાં ગુરૂને ગોવિંદથી પણ ઉચ્ચ માનવામાં આવ્યા છે. તેથી આ દિવસ ગુરૂની પૂજાનો વિશેષ દિવસ છે.

પુર્ણિમા પર ગોવર્ધન પર્વતની પરિક્રમા : ગુરૂ પુર્ણિમાના તહેવારના દિવસે લાખો શ્રદ્ધાળુઓ વજ્રમા સ્થિત ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. એવુ કહેવાય છે કે આ દિવસે બંગાળી સાધુ માથુ મુંડાવીને ગોવર્ઘન પર્વતની પરિક્રમા કરે છે. વજ્રમાં તેને મુડિયા પૂનો નામથી ઓળખવામાં આવે છે.સનતની પરંપરા મુજબ આ દિવસે ચાર મહિના સુધી સાધુ સંત એક જ સ્થાન પર રહીને જ્ઞાનની ગંગા વહાવે છે. તેથી આ ચાર મહિના અભ્યાસ માટે યોગ્ય માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer