જાણો કેવી રીતે ધરતી પર આવ્યો હતો ગોવર્ધન પર્વત

જયારે ભગવાન વિષ્ણુએ પાપોનો નાશ કરવા વાસુદેવ પુત્રના રૂપમાં જન્મ લેવાનો નિર્ણય કર્યો ત્યારે ગૌ લોકમાં રહેતા ગોવર્ધન પર્વત અને યમુના નદીએ પણ તેની સાથે પૃથ્વી પર આવવાનો નિર્ણય લીધો. ગોવર્ધન પર્વત શાલ્મલી દ્વીપ પર દ્રોણાચલ પર્વતના રૂપમાં જન્મ લીધો.

થોડા સમય પછી ઋષિ પુલત્સ્યએ દ્રોણાચલને તેના પુત્ર ગોવર્ધન પર્વત ને પોતાની સાથે કાશી લઇ જવાની વિનંતી કરી. ઋષિ પુલત્સ્યના કહેવા પર દ્રોનાચલે પોતાના પુત્રને તેમની સાથે જવાની આજ્ઞા આપી. પરંતુ, ઋષિ પુલત્સ્યણી સાથે જતા પહેલા ગોવર્ધન પર્વતે એક શરત રાખી. શરત એ હતી કે જો ઋષિએ તેને રસ્તામાં ક્યાય પણ ધરતી પર રાખ્યો તો એ ત્યાં જ હંમેશા માટે સ્થાપિત થઇ જશે.

ઋષિ એ ગોવર્ધન પર્વતની આ શરત માની લીધી અને તેને પોતાની હથેળી પર રાખી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ વ્રજ મંડળ આવી ગયા. વ્રજ આવતા ગોવર્ધનને પોતાની પૂર્વ જન્મની પ્રતિજ્ઞા યાદ આવી અને તેને છળ કરી પોતાનો વજન ખુબજ વધારી દીધો. ઋષિ તેના ભારને સહન કરવામાં અસફળ થયા ત્યારે તેણે તેને ત્યાંજ વ્રજભૂમિ પર રાખી દીધો. ત્યારથી ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણની સાથે ત્યાજ સ્થિત છે.

ઋષિ પુલત્સ્ય એ આપ્યો હતો પર્વતને ઘટતા રહેવાનો શ્રાપ:

ઋષિ પુલત્સ્ય પર્વત દ્વારા કરવામાં આવેલ દગો ઓળખી ગયા અને તેઓ ખુબજ ગુસ્સે થયા અને દરરોજ થોડો થોડો કરીને ઘટવાનો શ્રાપ ગોવર્ધન પર્વતને આપ્યો. એ દિવસથી દરરોજ થોડો થોડો કરીને ગોવર્ધન પર્વત ઘટતો આવ્યો છે. કહેવાય છે કે જ્યાં સુધી ગંગા નદી અને ગોવર્ધન પર્વત આ પૃથ્વી પર છે. ત્યાં સુધી કળીયુગનો પ્રભાવ નહિ વધે. ગોવર્ધન પર્વત જયારે પૃથ્વી પરથી ગાયબ થઇ જશે ત્યારે વિનાશકારી પ્રલય આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer