ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે.
ગુજરાત પર વાવાઝોડાના સંકટના કારણે આંશિક લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે, મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રણ દિવસ પછી લોકડાઉન વિશે વિચારવામાં આવશે. સાથે મુખ્યમંત્રીએ કોરોનાના કેસ વિશે પણ નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ૧૮મી મે ૨૦૨૧થી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.૨૧મી મે ૨૦૨૧ની સવારે ૬ વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે.
૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ રહેશે.
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે.સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ તા.18 મે-2021થી તા.20 મે-2021 સુધી દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ 36 શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. 18મી મે સવારે 6 વાગ્યાથી તા. 21મી મે સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે.