રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ સરકારે રાત્રી કર્ફ્યુમાં આપી છૂટછાટ, હવે આટલી કલાક જ રહેશે કર્ફ્યુ….

ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવો આવી રહ્યા છે . જેને પગલે સરકારે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત કરી દીધી છે. જેમાં 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર જેવા આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ફકત રાત્રે 1 કલાકથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.

જેને પગલે ગુજરાતમાં સરકારે તહેવારોમાં રાત્રિ કરફયુમાં બે કલાકની છૂટ વધારી દીધી છે. આ સમય દરમિયાન રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 12 વાગે સુધી ખુલ્લી રાખી શકાશે.

જ્યારે સિનેમા હૉલ પૂરી ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કોરોના ગાઈડ લાઇન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી શકાશે.

નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ કોરોના ગાઇડ લાઇન મુજબ મહત્તમ 400 લોકોની ક્ષમતામાં યોજી શકાશે એ પણ અગાઉ પરમિશન સાથે જ. જેમાં બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા મુજબ આયોજિત કરી શકાશે.

આ મામલે ગુજરાતના સ્પા સેન્ટરો સવાર નવથી રાતના નવ વાગે સુધી જ ચાલુ રાખી શકાશે.જ્યારે છઠ્ઠ પૂજામાં પણ મહત્તમ 400 લોકોની મર્યાદામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.

આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોના ગાઈડ લાઇન અને મહત્તમ 400 લોકોની મર્યાદામાં જ દિવાળીની ઉજવણી કરવામાં જણાવવામાં આવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer