ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને ખુલ્લેઆમ ધમકી: 11 દિવસમાં……

ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપવાની વાત સામે આવી રહી છે. CM ભુપેન્દ્રભાઈ પટેલના નામે 1 કરોડની રકમ મોકલાવી દેવાની કહેતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

જેમાં બનાસકાઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ભુપેન્દ્ર પટેલને 1 કરોડ આપવા ખુલ્લેઆમ ધમકી આપી છે. રામકથાકાર બટુક મોરારી બાપૂ એ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અને જો તેઓ 1 કરોડ નહીં મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીનું અકસ્માતમાં મોત થશે એવું જણાવ્યું હતું. બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ધમકી આપી રહ્યા છે.

તેઓએ વીડિયોમાં જણાવ્યું હતું કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપૂ… તેમને પોતાનો મોબાઈલ પણ આપ્યો છે.

તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલને ધમકી આપતા જણાવ્યું છે કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે તેમ કરીને મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં તમને મુખ્ય મંત્રી પદે નહિ બેસવા દઉ, અને તમે પણ અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી આપી હતી.

તેમને ગાદીએ બેસાડ્યા એ બદલ 1 કરોડની દક્ષિણા આપી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો પણ ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ એટલે મને 1 કરોડ મોકલાવી જ દેજો. તોંજ ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો તમને આવતા ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપૂ બોલું છું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer