હવામાન વિભાગ દ્વારા ચેતવણી: ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે, દ્વારકા-કંડલાને ઓળંગીને આગળ સક્રિય થશે…

ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા વિદર્ભ, મરાઠાવાડા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યુ છે.

આગાહી મુજબ રાજ્યમાં 27-28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ, નાસિક, પુણે, સતારા, ઓરંગાબાદ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ગઢચિરોલી, ચંદ્રપુર વગેરે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ ચક્રવાતી તોફાન જોવા મળી રહ્યુ છે.પાકિસ્તાને આ ચક્રવાતને ‘ગુલાબ’ નામ આપ્યું છે. આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં 26 સપ્ટેમ્બરના રોજ ત્રાટક્યું હતું.

ચક્રવાત ગુલાબ પૂર્વીય દરિયાકિનારે ઘણી તબાહી થઈ હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. હાલમાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. વિદર્ભથી કોંકણ સુધી તમામ સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીના પગલે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પુણે, નાસિક, સતારા, રાયગઢ, રત્નાગીરી, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, યવતમાલ, ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે 28 સપ્ટેમ્બર માટે થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ સાથે, જોરદાર પવન પણ ફૂંકાય શકે છે. જેના કારણે મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. સાથે મુંબઈમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.ત્યારે હાલ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી પણ કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા તૈયાર થયો હતો, તે હવે ‘ગુલાબ’ ચક્રવાતમાં ફેરવાયું છે. આજે તેની અસર ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા જઈ રહી છે. ગુલાબ ચક્રવાતની અસર મહારાષ્ટ્ર થઈને સમગ્ર અરબી સમુદ્રમાં પણ દેખાશે.

જેના કારણે આજે ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. સોમવાર થી વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. આ રીતે, 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા ચાલુ રહેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer