પવિત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચુકી છે. ભારતમાં દરેક તહેવારની ઊજવણી ઋતુ, આકાશીય ગ્રહ, નક્ષત્ર પરિવર્તન, વિજ્ઞાન અને પરંપરાના આધારે થાય છે. નવરાત્રિમાં પણ બે ઋતુઓનો સંગમ થાય છે, આ દિવસોમાં ગરમી અને ઠંડીનો માનવ જીવન પર પ્રભાવ રહે છે. આ સાથે જ દેવી દુર્ગાની પૂજા-અર્ચનાનું પણ આ દિવસોમાં મહત્વ હોય છે. આ નવ દિવસ દેવીના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે.
પ્રાચીન ભારતીય ગ્રંથોમાં એવા અનેક મંત્ર આપવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કામ પણ સરળતાથી પાર પડી શકે છે. આ મંત્રનો પ્રયોગ મુશ્કેલ સમયને પણ દૂર કરી દે છે, સાથે જ જન્મ-જન્માંતરના બંધનમાંથી પણ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. અહિં દર્શાવેલો મંત્ર એટલો શક્તિશાળી છે કે તેને સાંભળવા માત્રથી જ મનુષ્યના પાપનો નાશ થઈ જાય છે.
નમો
સ્તવન અનંતાય સહસ્ત્ર મૂર્તયે, સહસ્ત્રપાદાક્ષિ શિરોરુ બાહવે |
સહસ્ત્ર
નામ્ને પુરુષાય શાશ્વતે, સહસ્ત્રકોટિ યુગ ધરિણે નમ: ||
આ મંત્ર જીવનમાં આવનારી સમસ્યાઓમાંથી પણ રક્ષણ કરી શકે છે. આ મંત્રનો જાપ નવરાત્રિમાં સવારે કરવો જોઈએ. આ મંત્ર ગુપ્ત હોવાથી તેનો ઉલ્લેખ સામાન્ય રીતે કરવામાં નથી આવતો. રોજ સવારે નિત્યક્રમથી પરવારી અને આ મંત્રની એક માળા કરવી જોઈએ. આ મંત્રનો જાપ જે સમસ્યામાંથી મુક્તિ મેળવવા શરૂ કર્યો હોય તેમાંથી છૂટકારો ન મળે ત્યાં સુધી નિયમિત કરવો.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલે કે સૂર્યોદય પછી સૂવું નહીં. સવારમાં ઘરની સાફ સફાઈ કરવી અને નકામી વસ્તુઓને દૂર કરી દેવી. ઘરમાં પવિત્રતા જાળવવી. સ્વરૂપ અને સુંદરતાની પ્રાપ્તિ માટે શરીર પર લેપ લગાવી અને પછી સ્નાન કરવું. ઘરમાં સવારે અને સાંજે પૂજા-પાઠ અને ધૂપ-દિપ કરવા, જેથી ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે. નવ દિવસ દરમિયાન ક્રોધ ન કરવો. સાંજના સમયે સૂવું નહીં, તેનાથી લક્ષ્મીનો નાશ થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવું. સાત્વિક ભોજન કરવું. તામસી ખોરાકથી દૂર રહેવું.