૫૦ વર્ષ પછી દેવઊઠની એકાદશી પર ગુરુ-શનિનો થાય છે ધન રાશિમાં સંયોગ, આ દિવસે થાય છે તુલસી વિવાહ

આજે દેવઊઠની એકાદશી છે. આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવવાની પરંપરા છે આ વર્ષે દેવઊઠની એકાદશી ઉપર શનિ અને ગુરુ ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિનો સ્વામી ગુરુ છે. આજથી લગભગ ઘણા વર્ષ પહેલાં 30 ઓક્ટોબર 1960 ના રોજ દેવઊઠની એકાદશીના દિવસે ગુરુ-શનિનો યોગ ધન રાશિમાં થયો હતો. આ વર્ષે ધન રાશિમાં શનિ અને ગુરુની સાથે કેતૂ પણ રહેશે. આવો યોગ 1209 વર્ષ પહેલાં બન્યો હતો. ચાલો જાણી લઈએ દેવઉઠની એકાદશી સાથે જોડાયેલી અમુક ખાસ વાતો વિશે..

દેવઊઠની એકાદશી સાથે જોડાયેલી ખાસ વાતો

આજે દેવઊઠની કે દેવોત્થાપની એકાદશીનું પર્વ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ ચાર મહિનાના વિશ્રામ પછી જાગે છે. ભગવાન વિષ્ણુના શયનકાળમાં પ્રાણ-પ્રતિષ્ઠા, નિર્માણ અને વિવાહ વગેરે શુભ કામ વર્જિત રહેતાં હોય છે. આ એકાદશીથી બધા માંગલિક કામ ફરીથી શરૂ થઈ જશે.

પ્રાચીન કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ પરાક્રમી રાક્ષસ શંખાસુરનો વધ કર્યો હતો અને થાક દૂર કરવા માટે ક્ષીરસાગરમાં વિશ્વામ કર્યો હતો. અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીથી કારતક માસની સુદ પક્ષની એકાદશી સુધી ચાર મહિનામાં ભગવાન વિશ્રામ કરે છે.

ભગવાન વિષ્ણુના શયનના ચાર મહિનાને વર્ષાઋતુ કહે છે. પ્રાચીન કાળમાં આ સમયે નદી-નાળા ઉફાન ઉપર (વહેતાં) રહેતાં હોય છે, યાત્રા માટે આ સમય સારો માનવામાં આવતો નથી. વર્ષાકળમાં અનેક પ્રકારના જીવ-જંતુ પણ ઉત્પન્ન થતાં હોય છે. અનેક લોકોના એકઠાં થવાથી અને માણસોના પ્રવાસ કરવાથી અજાણતાં જ આ જીવ-જંતુઓની હત્યા થઈ જાય છે. આ પાપથી બચવા માટે આ કાળમાં એક જ જગ્યાએ રહેવાનું અને સંયમથી રહેવાનું વિધાન કરવામાં આવ્યું હતું.

દેવઊઠની એકાદશીથી મોસમ સ્વચ્છ થઈ જાય છે. વાતાવરણ દરેક પ્રકારે મનુષ્યો માટે અનુકૂળ બની જાય છે. એકાદશીની પૂજા-પાઠ અને ભગવાન શાલિગ્રામની સાથે તુલસીના લગ્ન કરાવવામાં આવે છે.

આ તિથિએ ઉપવાસ કરવો જોઈએ કે એકવાર ફળાહાર કરવો જોઈએ. ભગવાનના મંત્રોનો જાપ કરવો, ભજન કરવું અને રાત્રિ જાગરણ કરવું. દેવઊઠની એકાદશીની સાથે જ બીજા દિવસે અર્થાત્ શનિવાર, 9 નવેમ્બરે ચાતુર્માસ પણ સમાપ્ત થઈ જશે. આ તિથિએ પ્રસિદ્ધ સંત નાનકદેવજીની જયંતી પણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer