આવી રીતે મળ્યો હતો નાનક દેવને મળ્યો હતો ગુરુનો દરજજો

શીખો ના પ્રથમ ગુરુ નાનક દેવ નો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ દિવસ સીખ ધર્મમાં ખુબજ મહત્વનો માનવામાં આવે છે. અને હિંદુ ધર્મમાં પણ આ દિવસનું ખાસ મહત્વ છે. આ દિવસ ને ગુરુ નાનક જયંતી અને પ્રકાશ પર્વ તરીકે મનાવામાં આવે છે.

ગુરુનાનક દેવજી ના પિતા નું નામ કાળુ બેદી હતું. અને માતાનું નામ તૃપ્તા દેવી હતું. નાનક દેવજીની બહેનનું નામ નાનકી હતું જયારે ગુરુ નાનક દેવ મોટા થયા તો તેમના પિતાજીએ તેમને ગાયો નું ધ્યાન રાખવાની જવાબદારી આપી પરંતુ નાનક જી વચ્ચે વચ્ચે ધ્યાન કરવા લાગ્યા અને ગાયો બીજા લોકોના ખેતર માં જઈને તેમનો પાક ખરાબ કરી દેતી હતી આ બધું જોઈ ગુરુ નાનક જી ના પિતાજી તેમના પર ખુબજ ગુસ્સે થયા. પરંતુ ગામના લોકો એ ગુરુ નાનક જી સાથે ઘણીવાર ચમત્કારી વસ્તુઓ થતી જોઈ હતી. અને ત્યાર બાદ ગામના લોકોને એવું લાગતું હતું કે ગુરુ નાનક જરૂર સંત છે.

સન ૧૪૮૭ માં નાનકજી ના લગ્ન માતા સુલખની સાથે થયા હતા. તેમના બે પુત્ર હતા શ્રીચંદ અને લક્ષ્મી ચંદ હતા. તેમજ તેઓ કેટલાક દિવસો પછી નાનક ની મુલાકાત ત્યાં એક મુસ્લિમ કવિ મર્દાના સાથે થઇ હતી. તેઓ દરરોજ સવારે કામ પર જતા પહેલા તેને મળતા અને નદીના કિનારે બેસી બેસી ધ્યાન કરતા. એ જોઇને ત્યાના લોકો ત્યાના લોકો ને ખુબજ આશ્ચર્ય થતું કે આ બંને અલગ અલગ ધારણા લોકો એક સાથે બેસીને ધ્યાન કરી શકે છે. તેમજ એક દિવસ નાનક મર્દાના સાથે નદી કિનારે ધ્યાન કરવા અને નહાવા માટે ગયા.  

એ સમયે નાનક નદી ના પાણીમાં ઉતર્યા અને ત્યાં જ ગાયબ થઇ ગયા. લોકો ને એવું લાગ્યું કે હવે નાનક નદીમાં ડૂબી ગયા. અને હવે તેઓ ક્યારેય પણ પરત નહિ આવે, પરંતુ ત્રણ દિવસ પછી નાનક ના કોઈ હિંદુ, ના કોઈ મુસલમાન, એવું બોલતા બોલતા નદી મથી બહાર આવ્યા. આ જોયા પછી દરેક લોકોનું માનવું હતું કે નાનક કોઈ સંત છે. અને ત્યારથી જ દરેક લોકો એ તેમને ગુરુ કહેવાનું ચાલુ કર્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer