ગુરુ નાનક દેવ એ એમના શિષ્ય મરદાના ની સાથે લગભગ ૨૮ વર્ષ માં બે ઉપમહાદ્વીપો માં પાંચ પ્રમુખ પગપાળા યાત્રાઓ કરી હતી.જેને ઉદાસી કહેવામાં આવે છે. આ ૨૮ હઝાર કિલોમીટર લાંબી યાત્રાઓ માં ગુરુ નાનક એ લગભગ ૬૦ શહેરો નું ભ્રમણ કર્યું હતું. એમની ચોથી ઉદાસી માં ગુરુ નાનક એ મક્કા ની યાત્રા કરી હતી. એમણે હાજી નો વેષ ધારણ કર્યો અને એમના શિષ્યો ની સાથે મક્કા પહોંચી ગયા.
ઘણા હિંદુ, જૈન અને બોદ્ધ ધર્મ ના ઘણા તીર્થસ્થળો ની યાત્રા કર્યા પછી નાનક એ મક્કા ની યાત્રા કરી હતી. ગુરુ નાનક ની મક્કા યાત્રા નું વિવરણ ઘણા ગ્રંથો અને એતિહાસિક ચોપડા માં મળે છે. બાબા નાનક શાહ ફકીર માં હાજી તાજુદીન નક્શ્બંદી એ લખ્યું છે કે તે ગુરુ નાનક થી હજ યાત્રા દરમિયાન ઈરાન માં મળ્યા હતા.
ગુરુ નાનકજી નો એક શિષ્ય મરદાના હતો જે મુસ્લિમ હતો.મરદાના એ ગુરુ નાનક ને કહ્યું કે એને મક્કા જવું છે કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી એક મુસલમાન મક્કા નથી જતો ત્યાં સુધી તે સાચો મુસલમાન નથી કહેવતો. ગુરુ નાનકજી એ આ વાત સાંભળી તો તે એને સાથે લઈને મક્કા જવા માટે નીકળી પડ્યા ગુરુજી મક્કા પહોંચ્યા તો ત્યાં થાકી ગયા હતા અને ત્યાં હાજીઓ માટે એક આરામગૃહ બનાવ્યું હતું તો ગુરુજી મક્કા ની બાજુ પગ રાખીને સુઈ ગયા.
હાજીઓ ની સેવા કરવા વાળા ખાતિમ જેનું નામ જીયોન હતું. તે આ જોઇને ખુબ ગુસ્સે થયા અને ગુરુજી ને બોલ્યા શું તમને દેખાતું નથી કે તમે મક્કા મદીના બાજુ પગ રાખીને સુતા છો. ત્યારે ગુરુ નાનક એ કહ્યું કે તે ખુબ થાકી ગયા છે અને આરામ કરવા માંગે છે. અને જીયોન થી ગુરુ નાનક એ કહ્યું કે જે બાજુ ખુદા ન હોય એ બાજુ એના પગ કરી દો.