ગુરુનું થવા જઈ રહ્યું છે રાશી પરિવર્તન, આ રાશિના જાતકો ને સાંભળીને ચાલવું પડશે, થઇ શકે છે નુકશાન..

દેવગુરુ બૃહસ્પતિ તુલા રાશિમાં હતા અને જ્યાં તે પ્રબળ અવસ્થામાં ન હતા. પરંતુ  રાત્રે 8.39 કલાકે ગુરુએ તુલામાંથી વૃશ્ચિક રાશિ પ્રવેશ કર્યો. ગુરુ આ રાશિમાં ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. આ ગ્રહ પરિવર્તનની અસર 12 રાશિના જાતકો પર પણ પડશે. આ અસર શુભ છે કે નહીં ચાલો જાણી લો..

મેષ :- સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. અપયશ મળે તેમજ કારર્કિદીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરીવારના મામલે શાંતિ જળવાશે. આ સમય દરમિયાન બૃહસ્પતિ મંત્રનો જાપ કરવો લાભદાયક ગણાશે. વૃષભ :-સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી-ધંધામાં નડતરરૂપ સમસ્યાઓ દૂર થશે. અવિવાહીતો માટે વિવાહના યોગ પણ બનશે. પરંતુ જાતકોએ પોતાના વ્યવહાર અને આચરણ પર ધ્યાન આપવું.

મિથુન :- ધન સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. કરજ વધવાથી વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવના યોગ બને છે. સોના અથવા પિત્તળની વીંટી ધારણ કરવાથી લાભ થશે. કર્ક :- સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સુધરશે. અટકેલા કામ પૂરા થશે. સંતાન પ્રાપ્તિના યોગ સર્જાય છે. નિયમિત રીતે સૂર્યને હળદર મિશ્રીત જળ અર્પણ કરવું.

સિંહ :- કારર્કિદીમાં સુધારો થશે અને લાભકારી બદલાવના યોગ છે. સંપત્તિ સંબંધિત લાભ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. નિયમિત રીતે મંદિરે દર્શન કરવા જવું. કન્યા :- વિવાહના પ્રબળ યોગ બનશે. વિદેશ યાત્રાની ઈચ્છા પણ પૂરી થશે. ધનની સમસ્યાઓ ઘટશે. પરંતુ આચરણ અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું.

તુલા :- આર્થિક સ્થિતી સુધરશે. કારર્કિદીની સમસ્યાઓ દૂર થશે. પારિવારિક સંબંધો પર ધ્યાન આપવું નહીં તો સંબંધ બગડી શકે છે. ગુરુવારે કેળાનું દાન કરવું. વૃશ્ચિક :- જીવનની સમસ્યાઓ દૂર થશે. પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન વધશે. વિવાહ અને સંતાન પ્રાપ્તિના યોગ બનશે. પોખરાજ ધારણ કરવો.

ધન :- સમસ્યાઓ આવી શકે છે. સ્થાન પરિવર્તનના યોગ બને છે. પારિવારિક જીવનની સમસ્યાઓથી બચવું. બૃહસ્પતિ મંત્રનો જાપ કરવો. મકર :- ધન લાભ થવાના યોગ સર્જાશે. સંતાન અને વિવાહ મામલે તકલીફ હશે તો તે દૂર થશે. જવાબદારી વધશે. સોનાની વીંટી ધારણ કરવી.

કુંભ :- ધન સંપત્તિનો લાભ થશે. કારર્કિદીમાં ફેરફાર કરવા માટે ઉત્તમ સમય. ધર્મની તરફ ઝુકાવ વધશે. નિયમિત ધર્મસ્થાનની મુલાકાત લેવી. મીન :- સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ. વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્યની સ્થિતીઓમાં સુધાર થશે. પોખરાજ ધારણ કરવો હિતાવહ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer