જાણો ગુરુ પુર્નીમાંનું વૈજ્ઞાનિક મહત્વ, શા માટે તેને અષાઢ મહિનામાં જ ઈજ્વવામાં આવે છે?

અષાઢી પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનું પાવન પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પણ સંપૂર્ણ ખીલે છે. ગુરુ પૂજાનું પર્વ ભક્તો માટે ખૂબ મહત્ત્વનું ગણાય છે. કેમકે, જન્મથી તો માત્ર આ જીવન મળ્યું છે પરંતુ ગુરુ પૂર્ણિમાનો દિવસ એવા ગુરુના પૂજનનો દિવસ છે જે જીવનને સંપૂર્ણતા આપે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અષાઢ પૂર્ણિમાનું મહત્ત્વઆધ્યાત્મિક ગુરુ આશુતોષ મહારાજના જણાવ્યા મુજબ ‘વિઝ્ડમ ઓફ ધ ઈસ્ટ’ પુસ્તકના લેખક આર્થર સ્ટોક લખે છે કે, જેમ ભારત દ્વારા શોધવામાં આવેલા શૂન્ય, છંદ, વ્યાકરણનો મહિમા હવે આખું વિશ્વ ગાય છે. તેવી જ રીતે ભારત દ્વારા ઉજાગર કરવામાં આવેલો ગુરુ મહિમા પણ એક દિવસ આખું વિશ્વ જાણતુ થઈ જશે. આ પણ જાણશે કે, પોતાના મહાન ગુરુની પૂજા માટે તેમણે અષાઢી પૂર્ણિમાનો દિવસ યોગ્ય રીતે પસંદ કર્યો છે.

એવું તે શું છે આ દિવસમાં?સ્ટોકે આષાઢી પૂર્ણિમા સંદર્ભે એક અધ્યયન રજૂ કર્યું છે. તેમણે કરેલા પ્રયોગોને આધારે જણાવ્યું કે, વર્ષ દરમિયાન અનેક પૂર્ણિમા આવે છે જેમ કે, શરદ પૂર્ણિમા, કાર્તિકિ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વગેરે… પરંતુ અષાઢી પૂર્ણિમા ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આ દિવસે આકાશમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફેલાય છે. જેના કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે. ત્યારે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે. આત્મ ઉત્થાન અને કલ્યાણ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અતિ ઉત્તમ છે. તેની અસર એ થાય છે કે, ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે.

વેદ વ્યાસનાં શિષ્યોએ આ અલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો હતો. તેથી જ તેમણે તમામ ગુરુ-ભક્તોને આ અદભૂત આનંદ પ્રાપ્ત કરાવવા માટે ગુરુ પૂજાની પરંપરાનો શુભ અવસર આપ્યો છે. આજથી હજારો વર્ષો પહેલાં આ દિવસે વેદ વ્યાસ પણ અવતરિત થયા હતા. તેથી તેમનાં શિષ્યોએ ગુરુનાં જન્મ દિવસે મહાન દિવસની પૂજા માટે પસંદ કર્યો. આ કારણથી જ ગુરુ પૂર્ણિમાને ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારો વર્ષો પછી પણ આજે ગુરુ પૂજાની પરંપરા પ્રતિષ્ઠિત છે કારણ કે, ગુરુ એજ છે અને તેમનાં થકી અપાયેલું જ્ઞાન પણ એજ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer