ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે ભગવાન વિષ્ણુ ની આરાધના કરીને પણ તમે તિજોરીમાં પૈસા વધારી શકો છો. આ ઉપાય ગુરુવારે કરવો. આ ઉપાયમાં મુખ્ય રૂપથી ત્રણ વસ્તુઓની જરૂર પડશે. એક નારિયેળ, બીજું કપૂર અને ત્રીજું ૧ રૂપિયાનો સિક્કો.
સૌથી પહેલા ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી તૈયાર થઇ જવું. ત્યાર બાદ વિષ્ણુ ભગવાનની સામે એક નારીયેલ વધેરવું. આ નારીયેલ એ રીતે ફોડવું જેનાથી તેના બહારના છાલા આખા જ રહે. આવી રીતે અડધું નારિયેળ હશે તો પણ ચાલશે. હવે સાવધાની પૂર્વક તેની અંદરની શેષ કાઢી લેવી.
અને કડક ભાગ અલગ કાઢી લેવો ધ્યાન રાખવું એ આખો જ રહે. નીકળેલી શેષ વિષ્ણુ ભગવાનના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે રાખવી. જે નારિયેળની છાલ તમે રાખી છે તેની અંદર કપૂરના ટુકડા નાખવા આ નારિયેળની વાટકી નો ઉપયોગ અપને દીવા તરીકે કરીશું. તેની અંદર તમે કપૂર નાખી પ્રગટાવો અને વિષ્ણુ ભગવાનની આરતી કરવી. આ નારિયેળ ની અંદર જ તમારે એક રૂપિયાનો સિક્કો પણ નાખવો.
એટલે કે આ અડધા ફૂટેલા નારિયેળના કાચલાંમાં પહેલા એક રૂપિયાનો સિક્કો નાખવો અને પછી તેમાં કપૂર નાખવું. અને સળગાવવું તેનાથી ભગવાન વિષ્ણુ ની આરતી કરવી. જો તમને નારિયેળ ગરમ લાગે તો તેણે થાળી માં રાખીને પણ આરતી કરી શકો છો.
જો આરતી કરતા સમયે કપૂર ખૂટી જાય તો વચ્ચે બીજું કપૂર ઉમેરી શકાય છે. આરતી પૂર્ણ થાય એટલે આ નારીયેલ ભગવાન વિષ્ણુ ની સામે રાખી દેવું. અને તેણે પોતાની મેળે જ ઠંડુ થવા દેવું. સાથે જ વિષ્ણુ ભગવાનની સામે માંથીન્માવી પોતાની ઈચ્છા કહેવી. અને તેમને પોતાની ધન સાથે સંકળાયેલી દરેક સમસ્યા જણાવવી.
હવે પછીના દિવસે એ નારિયેળ ના કાચલાં માં રાખેલો સિક્કો કાઢી લેવો અને આ સિક્કો માં લખમી ના ચરણો માં રાખવો. અને પછી લક્ષ્મીજી ની આરતી કરવી. અને આ સિક્કા ને તિજોરી માં રાખવો. કપૂર અને નારીયેલ ના સંપર્ક માં આવવા થી આ સિક્કા માં ઘણી બધી સકારાત્મક ઉર્જા આવી જાય છે. તેથી તેને તિજોરીમાં રાખવાથી ખુબજ ફાયદો થાય છે. તેનાથી તમારા પૈસાનો વસ્તુ દોષ પણ દુર થઇ જાય છે. અને માં લક્ષ્મી આકર્ષિત થાય છે.