લોકો આત્મશાંતિ અને મનોકામનાની પુરતી માટે બજરંગબલીની આરાધના કરે છે. મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે તેનાથી શત્રુ હાવી નથી થઇ શકતા. સાથે જ જીવનમાં આવતી મુસીબતો પૂરી થઇ જાય છે..
પણ હનુમાનજીનો આ મંત્ર વાંચતી વખતે નાનામા નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. ઘણા લીકો હનુમાંન ચાલીસા વાંચતી વખતે જમીન પર બેસી જાય છે. પણ જમીન પર બેસવું ખોટું છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર બજરંગ બાણનો પાઠ હમેશા ગાદલી અથવા તો ઉનના આસન પર બેસીને જ કરવી જોઈએ. નહીતર તેનો લાભ નથી મળતો. જો તમે કોઈ માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીનો સ્પર્શ કર્યો હોય
અથવા તેના દીધેલા માલ સમાનનો ઉપયોગ કર્યો હોય અને વિના કપડા બદલ્યે બજરંગનો પાઠ કર્યો તો તેનાથી હનુમાનજી નારાજ થઈ શકે છે. કારણકે તે બ્રહ્મચારી છે અને સ્ત્રીનો પડછાયો તેમની પૂજાના ફળને ઓછુ કરી શકે છે.
બજરંગ બાણના જપ નું પૂર્ણ ફળ ત્યારે જ મળશે જયારે ભક્ત લાલ રંગના કપડા પહેરી તેને વાચશે કારણકે લાલ રંગ હનુમાનજીનો મનપસંદ રંગ છે. ઘણા લોકો પુજા કરતી વખતે પણ બીજાની નિંદા કરે છે.
પણ બજરંગ નો પાઠ કરતા સમયે બીજા વિશે ખોટું વિચારવું તમને ભારે પડી શકે છે. તેનાથી તમને અશુભ ફળ મળી શકે છે. બજરંગબાણ નો પાઠ કરતી વખતે હમેશા પહેલું ધ્યાન શ્રીરામ નું કરો કારણકે તેની આરાધના વિના તમારી પૂજાનું પૂર્ણ ફળ નહિ મળે. ઘણા લોકો મંદિરમાં જઈને બજરંગ બાણનો પાઠ કરે છે. ત્યારે દીપક કરવામાં નથી આવતો.
પણ મંત્રોચ્ચારનું ફળ ત્યારે જ મળશે જયારે દીવો કરવામાં આવે મનોકામનાની પુરતી માટે હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરો. બજરંગબાણનો પાઠ શત્રુથી બચાવે છે એટલે આ મંત્રનો જાપ કરવાથી પહેલા હનુમાનજીને લાલ પુષ્પ અર્પણ કરો.
તેનાથી પૂજનનું બમણું ફળ મળશે. પાઠ કરતી વખતે ક્યારે પણ માંસાહારનું સેવનના કરો. કારણકે હનુમાનજી બ્રહ્મચાર્યનું પાલન કરતા હતા. અને તે સાત્વિક રહેતા હતા. એવામાં માંસાહાર ખાઈને બજરંગ બાણનો પાઠ ના કરો ફાયદાની જગ્યાએ નુકશાન થશે.