શું તમે જાણો છો હનુમાનજીને અમર થવાનું વરદાન કોણે આપ્યું, હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી કેવી રીતે શિક્ષા ગ્રહણ કરી?

એક ક્ષણ માટે પણ એક જગ્યાએ સ્થિર ન રહેનાર સૂર્યદેવ સાથે રહીને હનુમાનજીએ ગ્રહણ કરી હતી શિક્ષા સીતા માતાએ આપ્યું હનુમાનજીને અમરતાનું વરદાન- વાલ્મીકિ રામાયણ પ્રમાણે જ્યારે હનુમાનજી માતા સીતાની શોધ કરતાં-કરતાં લંકામાં પહોંચ્યાં અને તેમને ભગવાન શ્રીરામનો સંદેશો સંભળાવ્યો તો તેઓ ખૂબ જ પ્રસન્ન થયાં. ત્યારબાદ માતા સીતાએ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું.

સૂર્યદેવ પાસે કેવી રીતે હનુમાનજીએ વિદ્યા મેળવી? જ્યારે હનુમાનજી વિદ્યા ગ્રહણ કરવાં યોગ્ય થયાં તો માતા-પિતાએ તેમને સૂર્યદેવ પાસે શિક્ષા ગ્રહણ કરવાં માટે મોકલ્યાં. હનુમાનજીએ સૂર્યદેવ પાસે જઈને જઈને સૂર્યદેવને ગુરુ બનવા માટે પ્રાર્થના કરી. ત્યારે સૂર્યદેવે કહ્યું કે હું તો એક ક્ષણ માટે રોકાઈ નથી શકતો અને રથ પરથી ઊતરી પણ નથી શકતો. આવી સ્થિતિમાં હું તને કેવી રીતે શાસ્ત્રોનું જ્ઞાન આપી શકીશ.

ત્યારે હનુમાનજીએ કહ્યું કે તમે તમારી ગતિ રોક્યાં વગર જ મને શાસ્ત્રોનું જ્ઞાન આપતાં જાઓ. હું આ અવસ્થામાં જ તમારી સાથે ચાલતાં-ચાલતાં વિદ્યા પ્રાપ્ત કરી લઈશ. સૂર્યદેવે એવું જ કર્યું. સૂર્યદેવ વેદ વગેરે શાસ્ત્રોના રહસ્યને ઝડપથી બોલતાં જતાં હતા અને હનુમાનજી શાંત ભાવથી તેને ગ્રહણ કરતાં જતાં હતાં. આ પ્રકારે સૂર્યદેવની કૃપાથી જ હનુમાનજીએ વિદ્યા પ્રાપ્ત કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer