હનુમાનજી સ્વયં આ અનોખા મંદિરમાં કરે છે નૃત્ય, જાણો શું છે ચમત્કાર….

આપણા દેશને વિવિધતામાં એકતા વાળો દેશ કહેવામાં આવે છે અને બધાજ ધર્મોના લોકો આપણા દેશમાં જોવા મળે છે. અને એ કારણથી જ આપણા દેશમાં ઘણા બધા મંદિર બનેલા છે, તમે ઘણા બધા મંદિરો જોયા હશે પરંતુ આજે અમે એક અનોખા મંદિર વિશે જણાવીશું.

જયારે પણ કોઈ હનુમાન મંદિરમાં જઈએ ત્યારે આપણે જોયુ જ હશે કે મંદિર માં હનુમાનજી હાથમાં ગદા લઈને જોવા મળે છે. પરંતુ આજે અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ એ મંદિર વિશે જાણીને તમે ચોકી જશો.

આજે અમે એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં હનુમાનજી હાથમાં ફૂલ લઈને જુમતા હોય છે. આ મૂર્તિને જોઇને એવું જ લાગે કે ભગવાનનો એક હાથ માથા પર છે અને બીજો હાથ કમર પર છે. કહેવાય છે કે આ હનુમાનજીની મૂર્તિ ને લંગોટ નથી પહેરાવવામાં આવતી, પરંતુ વસ્ત્ર પહેરવામાં આવે છે.

અને આ પ્રકારના મંદિરમાં બહાર બે ચોકીદાર પણ બેસાડવામાં આવેલા છે. આ અનોખા મંદિરને માધવ બેડીયા સરકાર મંદિર પણ કહેવામાં આવે છે. મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે આ મંદિર ઘણા વર્ષો જુનું છે. જો કે આ મંદિર નો ક્યાંય પણ લેખિત પુરાવો નથી કે આ મંદિર કેટલા વર્ષ જુનું હશે.

આ જગ્યાના નામથી જ આ મંદિરને ઓળખવામાં આવે છે. સાથે જ પુજારીએ એ પણ કહ્યું હતું કે મૂર્તિ ની ઉચાઇ ૫ ફૂટ છે. એટલું જ નહિ આ મૂર્તિને ધ્યાન થી જોતા એવું લાગે છે કે ભગવાન આપણી સામે હસી કરી રહ્યા હોય.

આ વિશેષ મંદિરમાં પાન અને માવા જ પ્રસાદના રૂપમાં ચઢાવવામાં આવે છે. તે ઉપરાંત તેના પર બીજી કોઈ વસ્તુ પ્રસાદ રૂપે ચઢાવવામાં નથી આવતી. તેમજ આ મંદિરના ચમત્કારો જોઇને લોકો ની ભીડ અહી બની રહે છે. તેમજ આ મંદિરની આ હનુમાનજીની ચમત્કારી મૂર્તિ જોઈ લોકો ખુશ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer