આ મંદિરમાં ભગવાનની મૂર્તિ જોઇને ઉડી જશે તમારા હોશ, તેમાં છૂપેલું છે મોટું રહસ્ય.

ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાંની પૂજા પ્રક્રિયા તમને હેરાન કરી શકે છે. ઘણા મંદિરોમાં પુરા વિધિ-વિધાનથી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. પણ રીત ઘણી વિચિત્ર હોય છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે બતાવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન ની ઉંધી પ્રતિમા નીપૂજા- અર્ચના કરવામાં આવે છે. આ સંભાળવામાં થોડું અજીબ લાગે છે પણ આ સાચું છે. તો આવો જાણીએ ક્યાં છે આ મંદિર.

જે મંદિર ની અમે વાત કરી રહ્યા છીએ તે હનુમાનજી નું મંદિર છે જ્યાં ની માન્યતા વિશે જાણી ને તમારા હોશ ઉડી જશે. આ મંદિર મધ્ય પ્રદેશમા ઇન્દોર ના સાંવેર માં આવેલું છે. આ મંદિર માં હનુંમાનજી ની ઉંધી પ્રતિમા આવેલી છે અને તેની રોજ પૂજા પણ થાય છે. આ મંદિરને પાતાળ વિજય હનુમાન મંદિર કહેવામાં આવે છે. તો આજે જાણીલો આ વિચિત્ર હનુમાન મંદિરની ખાસિયત શું છે.  

આ મંદિર નો સંબંધ રામાયણ કાળથી છે. તમને બતાવી દઈએ કે આ મંદિરમાં બે પારીજાતના ઝાડ આવેલા છે. એવું માનવામાં આવે છે કે આ પારીજાત ના ઝાડ માં હનુમાનજી નો વાસ છે. આ જગ્યાએ પોપટ ની પણ પૂજા કરવામાં આવે છે. અને તેની પાછળ એક વાર્તા છે. એક વાર તુલસીદાસ ને ભગવાન શ્રી રામ ના દર્શન કરવા હતા ત્યારે હનુમાનજીએ પોપટ નું રૂપ ધારણ કરી તેને શ્રી રામના દર્શન કરાવ્યા હતા. અને ત્યાર થી લઇ ને આજ સુધી અહી પોપટ ની પૂજા કરવામાં આવે છે. આ મંદિર માં શ્રી રામ, સીતા, લક્ષ્મણ સાથે શિવ-પાર્વતીની મૂર્તિ પણ છે. એવી માન્યતા છે કે દર મંગળવારે અહી આવવાથી મનુષ્ય ની બધી તકલીફો દુર થઇ જાય છે.

એવું માનવામાં આવે છે કે એકવાર રાવણે શ્રી રામ અને લક્ષ્મણ નું અપહરણ કરી લીધું હતું. બંને ને બંદી બનવી તેને પાતાળ લોક લઈ જવામાં આવ્યા. ત્યારે હનુમાનજી એ પાતાળલોક માં પ્રવેશ કર્યો હતો તે માટે અહી હનુમાનજીની ઉંધી મૂર્તિ સ્થાપિત છે.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer