હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે હનુમાન જયંતી પર હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને સિંદુર ના ચોલા ચડવામાં આવે છે. તેની પાછળ પણ એક રોચક કહાની છે.
એક વાર જયારે હનુમાનજીને ભૂખ લાગી ત્યારે એ માતા સીતા પાસે ગયા સીતાજી માંગ માં સિંદુર લગાવી રહ્યા હતા. એટલે તેનું કારણ પૂછ્યું તો માતા એ જવાબ આપ્યો કે આ સિંદુર છે જે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર પ્રસન્નતા અને કુશળતા માટે માંગમાં લગાવે છે.
તેથી હનુમાનજી પોતાના આખા શરીર પર સિંદુર લગાવી ભગવાન શ્રી રામની સભામાં ગયા તેમનું માનવું હતું કે એક ચુટકી સિંદૂરથી તેમનું આયુષ્ય વધતું હોય તો આખા શરીર પર લાગવાથી ભગવાન અમર થઇ જશે, આવું કરવાથી દરેક લોકો તેના પર હસવા લાગ્યા
અને ભગવાન શ્રી રામ પોતાના પ્રત્યે હનુમાનજીનો આટલો બધો પ્રેમ જોઈ પ્રસન થઇ ગયા અને હનુમાનજી ને વરદાન આપ્યું કે જે કોઈ પણ વ્યક્તિ મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી ને તેલ અને સિંદુર ચડાવશે તેમની બધીજ મનોકામના પૂર્ણ થશે.
કહેવાય ચ કે જયારે લંકા વિજય પછી ભગવાન રામ અને સીતા અયોધ્યા આવ્યા ત્યારે વાનર સેનાને વિદાઈ આપી જયારે હનુમાનજીને વિદાઈ આપી ત્યારે સીતા માતાએ પોતાના ગળા માંથી માળા કાઢી તેમણે પહેરાવી.
આમલા પર ભગવાન શ્રી રામનું નામ ના હતું તેથી હનુમાનજી પ્રસન્ન ના થયા. સીતા માતાએ કહ્યું કે આનાથી અમુલ્ય બીજી કોઈ વસ્તુ મારી પાસે નથી તેથી તમે આ સિંદુર ધારણ કરી અજર અમર થઇ જાઓ.
ત્યારથી હનુમાનજીને સિંદુર ચડવામાં અને તેનાથી જ હનુમાનજી આજે પણ અમર છે. અનંત ઉર્જાનું પ્રતિક છે સિંદુર :- વિજ્ઞાન ના અનુસાર દરેક રંગમાં એક વિશેષ પ્રકારની ઉર્જા હોય છે. સિંદુર ઉર્જાનું પ્રતિક છે
અને જયારે હનુમાનજીને અર્પિત કાર્ય પછી ભક્તો જયારે તેનું તિલક કરે છે. ત્યારે તેમની બંને આંખો ની વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્ર જાગૃત થઇ જાય છે. આવું કરવાથી મનમાં સારા વિચારો આવે છે. સાથે જ પરમાત્માની ઉર્જા પ્રાપ્ત થાય છે.