હનુમાનજીની કઈ સાધનાથી મટશે કઈ પ્રકારના દુઃખ જાણો અહી…

શ્રી રામચરિત માનસના રચિત ગોસ્વામી તુલસીદાસે શ્રીરામ ચરિત માનસ લખવા પહેલા હનુમાન ચાલીસા લખી હતી અને પછી હનુમાનની કૃપાથી જ તે શ્રીરામ ચરિત માનસ લખી શક્યા. હનુમાન ચાલીસાને ધ્યાનથી વાંચીને અને સમજીને પછી ખબર પડશે કે હનુમાન જ આ કળિયુગના જાગૃત દેવતા છે, જે ભક્તોના બધા પ્રકારના કષ્ટને દુર કરવા માટે તરત જ પ્રસન્ન થઇ જાય છે. શરત એ છે કે ભક્તને પોતાના કર્મોને પ્રતિ સજ્જન રહેવું જરૂરી છે. કુકર્મીને કોઈ સાથ આપતું નથી. ચાલો અમે જણાવીએ છીએ કે હનુમાનજી કઈ સાધનાથી કઈ પ્રકારના કષ્ટ મિટાવી જાય છે.

બજરંગ બાણ બચાવે છે આ સંકટથી :

ઘણા વ્યક્તિ પોતાના કાર્ય અથવા વ્યવહારથી લોકો ને રુષ્ટ કરી દે છે. એનાથી એના દુશ્મન વધી જાય છે. એ પણ હોય શકે છે કે તમે બધા પ્રકારથી સારા છો પછી પણ તમારી તરક્કી થી લોકો જલે છે અને તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચે છે. એવા સમયમાં જો તમે સાચા છે તો શ્રી બજરંગ બાણ તમને બચાવે છે અને શત્રુઓને દંડ આપે છે. બજરંગ બાણથી શત્રુને એના કરેલા કર્મોની સજા મળી જાય છે, પણ એનો પાઠ એક જગ્યા પર બેસીને અનુષ્ઠા પુર્વક 21 દિવસ સુધી કરવું જોઈએ અને હંમેશા સાચા માર્ગ પર ચાલીને સંકલ્પ લેવો જોઈએ, કારણ કે હનુમાનજી ખાલી પવિત્ર લોકોને જ સાથ આપે છે. આ પાઠથી 21 દિવસમાં તરત ફળ મળી જાય છે.

હનુમાન ચાલીસા વાચતા રહેવાથી આ સંકટથી બચી શકે છે વ્યક્તિ :

જો વ્યક્તિ દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસા વાંચતા રહે છે એનાથી કોઈ પણ વ્યક્તિ બંધક નહિ બની શકતા એના પર કોઈ સંકટ પણ નથી આવતો. જો કોઈ વ્યક્તિને પોતાના કુકર્મોના કારણે જેલ થઇ ગઈ છે. તો એને સંકલ્પ લઈને ક્ષમા-પ્રાર્થના કરવી જોઈએ અને આગળથી પણ કોઈ પણ પ્રકારના કુકર્મ નહિ કરવાનું વચન આપતા હનુમાન ચાલીસાના ૧૦૮ વાર પાઠ કરો. હનુમાનજીની કૃપા થાય તો જેલથી આવા વ્યક્તિ મુક્ત થઇ જાય છે.

ક્યાં સંકટથી બચાવે છે હનુમાન બાહુકનો પાઠ:

જો તમે ગઠીયા વા, વાત, માથાનો દુખાવો, ગળાનો રોગ, પગનો દુખાવો વગેરે પ્રકારના દુખાવાથી પરેશાન છો તો પાણીનો એક પાત્ર સામે રાખીને હનુમાન બાહુકના ૨૬ અથવા 21 દિવસ સુધી મૂહર્ત જોઇને પાઠ કરો. દરરોજ એ પાણી પીને બીજા દિવસે બીજું પાણી રાખો. હનુમાનજીની કૃપાથી શરીરની સમસ્ત પીડાઓથી તમને મુક્તિ મળી જશે.
 

આ હનુમાન મંત્રથી દુર થઇ જાય છે બધા પ્રકારના ભય:

જો તમે અંધારાથી, ભૂત-પ્રેતથી ડરો છો અથવા કોઈ પણ પ્રકારનો ભય છે તો તમે ‘ હં હનુમંતે નમ:’ નો રાતે સુતા પહેલા હાથ-પગ અને કાન-નાક ધોઈને પૂર્વ બાજુ મોઢું રાખીને ૧૦૮ વાર જાપ કરીને સુઈ જાવ. થોડા જ દિવસોમાં ધીરે ધીરે તમારામાં નિર્ભીકતાનો સંચાર થવા લાગશે.

જો તમને ઘરેલું હિંસાથી મુશ્કેલી થાય તો આ ઉપાય કરો:

દરેક મંગળવાર અને શનિવાર એ હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણા અર્પિત કરો અને ઘરમાં સવારે-સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ કરવા પહેલા અને પછી અડધી કલાક સુધી કોઈની સાથે વાત ન કરો. જયારે 21 દિવસ પુરા થઇ જાય ત્યારે હનુમાનજીને ચોળા ચડાવો. હનુમાનજી તરત જ ઘરમાં સુખ શાંતિ કરી દેશે.

જો શનિ ગ્રહથી છો પરેશાન તો આ ઉપાય કરો :

હનુમાનજીની જેના પર કૃપા હોય છે એને શનિ અને યમરાજ પણ વાળ વાંકો પણ કરી શકતો નથી. તમે શનિ ગ્રહ ની પિસા થી છુટકારો મેળવવા માંગો છો તો દરેક મંગળવાર હનુમાન મંદિર જાવ અને દારૂ તેમજ માંસ ના સેવન થી દુર રહો.એ ઉપરાંત શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસા પાઠ કરવાથી શનિ ભગવાન તમને લાભ દેવા આવશે. આનાથી શનિ ગ્રહ પીડાથી થી મુક્તિ મળી જશે.


 હનુમાનજી નો ચમત્કારિક શાબર મંત્ર :

હનુમાનજી નો શાબર મંત્ર અત્યંત જ સિદ્ધ મંત્ર છે. આના પ્રયોગથી હનુમાનજી તરત જ તમારા મનની વાત સાંભળી લે છે. આનો પ્રયોગ ત્યારે કરો જયારે તમે સુનિશ્ચિત હોય કે તમે પવિત્ર વ્યક્તિ છો. આ મંત્ર તમારા જીવનના બધા સંકટો અને કષ્ટોને તરત જ ચમત્કારિક રૂપથી સમાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. હનુમાનજીના ઘણા શાબર મંત્ર છે તથા અલગ અલગ કામો માટે છે અહિયાં બતાવ્યા છે બે મંત્ર.

શાબર અઢાઈઆ મંત્ર:-

॥ ॐ नमो आदेश गुरु को, सोने का कड़ा,

तांबे का कड़ा हनुमान वन्गारेय सजे मोंढे आन खड़ा ॥

શાબર મંત્ર:-

ॐ नमो बजर का कोठा,

जिस पर पिंड हमारा पेठा।

ईश्वर कुंजी ब्रह्म का ताला,

हमारे आठो आमो का जती हनुमंत रखवाला।

ચેતવણી: ઉપરના મંત્રના સાધનાના નિયમ, સમય, સ્થાન અને મંત્ર જાપની સંખ્યા અને દિવશે કોઈ યોગ્ય પંડિત અથવા સાધુથી જાણીને જ જાપો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer