ભારત માટે કહેવામાં આવે છે કે આ વિવિધતા માં એકતા ધરાવતો દેશ છે, તેની સાથે જ અહિયાં કેટલીક એવી ધાર્મિક માન્યતાઓ છે જે સાંભળવામાં અજીબ લાગે છે પરંતુ આ માન્યતાઓમાં કંઇક ને કંઇક એવું રહસ્ય હોય છે જેના પર વિશ્વાસ થઇ જ જાય છે. તેમ પણ આપણા દેશ માં લોકો ધર્મ અને ભગવાન ઉપર ખુબ આસ્થા રાખે છે. આજ કારણે દેશ માં ઘણાં બધા મંદિરો છે જ્યાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે જાય છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાથના કરે છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવીશું જેના વિશે એવી માન્યતા છે કે અહિયાં ભગવાન જી બીમારી નો સ્વયં ઈલાજ કરે છે. આ મંદિર ની પરિક્રમાં કરવાથી અને મંદિર નું ભભૂત ખાલી લગાવવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ સારી થઇ જાય છે.
આજે અમે તમને મધ્યપ્રદેશ ના ગ્વાલિયર થી નજીક વસેલા ભીંડ જીલ્લા માં લઈ જશું. ભીંડ જીલ્લામાં સ્થિત દન્દ્રોઆ સરકાર ધામ નું મંદિર હનુમાન જી નું મંદિર છે. અહિયાં એવી માન્યતા છે કે હનુમાન જી પોતે ડોક્ટર બની ને શ્રદ્ધાળુ ઓની સારવાર કરે છે. આ મંદિર ની આ માન્યતા ના આધારે અહિયાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતાની સારવાર કરાવવા આવે છે.
આ મંદિર માટે પ્રચલિત પૌરાણિક કથા અનુસાર આ મંદિર માં એક મહાન સાધુ શિવ કુમાર દાસજી રહેતા હતા. તેમને કેન્સર નો રોગ થઇ ગયો હતો. પરંતુ તેમ છતાં તે હનુમાનજી ની સેવા કરતા હતા. એકવાર તે હનુમાનજી ની સેવા કરી રહ્યા હતા, ત્યારે જ બજરંગબલી ડોક્ટર ના વેશ માં સાધુ ની સામે પ્રગટ થયા. ત્યાર બાદ સાધુ ની બીમારી દુર થઇ ગઈ, તે સંપુર્ણ રીતે સાજા થઇ ગયા. તે સમય થી માનવામાં આવે છે કે આ મંદિર માં હનુમાનજી જીવલેણ રોગો ની સારવાર કરે છે. જેના કારણે અહિયાં કેન્સર જેવી ખતરનાક બીમારીઓ નો ઈલાજ હનુમાનજી ની ભભૂત અને મંદિર ની ૫ પરિક્રમા કરવાથી થઇ જાય છે.
આ મંદિર નું નામ દર્દહરોઆ છે, પરંતુ ધીરે ધીરે નામ માં સુધારો થવાથી હવે મંદિર ને લોકો દન્દ્રોઆ કહે છે. આ મંદિર માં ૩૦૦ વર્ષ જુના લીમડાના ઝાડ નીચે દબાયેલી મૂર્તિ મળી જેને મંદિર માં સ્થાપિત કરવામાં આવી છે, તેની સાથે જ એક વાત ધ્યાન દેવા જેવી છે કે જયારે લીમડા ના ઝાડ ને કાપવામાં આવ્યું ત્યારે આ ઝાડ ની નીચે થી ગોપી વેશ ધારી હનુમાન જી ની મૂર્તિ મળી. એવું માનવામાં આવ્યું છે કે આખા દેશ માં હનુમાનજી ની એક જ એવી મૂર્તિ છે જેમાં હનુમાન જી ને નૃત્ય કરતા જોવા મળ્યા છે.