હનુમાનજીની પૂજામાં સિંદૂરનું ઘણું મહત્વ છે. તેમનો શૃંગાર સિંદૂરથી કરવામાં આવે છે. શ્રીરામ કથાકાર પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે તેના પાછળ જાણીતી કથા છે.
એકવાર હનુમાનજીએ માતા સીતાને માથા ઉપર સિંદર લગાવતા જોયા હતા. ત્યારે તેમણે સીતાજીને પુછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? સીતાજીએ કહ્યું કે પોતાના સ્વામીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે માથા ઉપર સિંદૂર લગાવે છે.સીતાજીની વાત સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે થોડુંક સિંદૂર લગાવવાથી જો આટલો મોટો લાભ મળે તો તેઓ તો સમગ્ર શરીર ઉપર સિંદૂર લગાવશે. જેનાથી મારા સ્વામી તો અમર જ થઈ જશે. આવું વિચારીને તેમણે શરીર ઉપર સિંદૂર લગાવવાનું શરૂ કરી દીધું. ત્યારથી હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે.
સિંદૂરથી મૂર્તિની સુરક્ષા થાય છે : હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર લગાવવાથી મૂર્તિની સુરક્ષા થાય છે. સિંદૂરની મદદથી મૂર્તિની સુંદરતા અને આકર્ષણ વધે છે. આવી મૂર્તિની પૂજા કરવાથી ભક્તનું મન પૂજામાં લાગે છે.વારંવાર સિંદૂર લગાવવાથી મૂળ મૂર્તિ સુરક્ષિત રહે છે.