૮ વર્ષમાં બનીને તૈયાર થયા બેઠેલા હનુમાનજી:- મૂર્તિ નિર્માણનું કાર્ય વર્ષ ૨૦૧૧ થી ચાલી રહ્યું છે. આ પ્રતિમાનું નિર્માણ રાજસ્થાનના આર્કિટેક નરેશે કર્યું છે. આ પ્રતિમાના હાથ ૨૧ ફૂટ ના છે. કલાઈ ૧૦ ફૂટ, લંગોટ ૪૧ ફૂટ, કમર ૩૧ ફૂટ, પૂછ અને દુપટ્ટો ૧૦૧ ફૂટ, મુકુટ ૩૧ ફૂટ અને ગાળા ૭૧ ફૂલ ની છે. પરંતુ અત્યાર સુહીના સૌથી ઊંચા હનુમાનજી આંધ્ર પ્રદેશ માં છે.
આ છે એશિયાના સૌથી ઊંચા હનુમાનજી:- આંધ્રપ્રદેશના વિજય વાડામાં સૌથી મોટી ઉભેલા હનુમાનજીની મૂર્તિ, મૂર્તિની ઉંચાઈ ૧૩૫ ફૂટ છે. હનુમાનજીની આ મૂર્તિનું નિર્માણ વર્ષ ૨૦૧૩ માં થયું હતું.
હિમાચલમાં ભવ્ય હનુમાન :- હિમાચલ પ્રદેશમાં શિમલા પાસે જાખુ હિલ માં સ્થિત ૧૦૮ ફૂટ ના ઊંચા હનુમાન. જાખું ના રામાયણ કાલ થી સબંધ ધરાવે છે. કથા છે એક અહી સંજીવની લેવા હનુમાનજી આવ્યા હતા. અહી એક ચરણ ચિન્હ પણ છે.
દિલ્લીમાં સૌથી ઊંચા હનુમાનજી:- આ છે દેશની રાજધાની દિલ્લી માં છાતી ફાડીને રામ, લક્ષ્મણ અને દેવી સીતાના દર્શન કરાવતા ૧૦૮ ફૂટ ઊંચા હનુમાનજી. ઘણી વાર દિલ્લી માં દર્શાવા માટે આ હનુમાનજીને ટીવી સીરીયલ માં પણ દેખાડવામાં આવે છે.
છાતી ફાડીને ઉભેલા હનુમાનજી:- દિલ્લી ના હનુમાનજી ની જેમ ઉત્તર પ્રદેશ ના શાહજહાંપુર સ્થિત હનુમાનજી પણ છાતી ફાડીને પોતાની ભક્તિ દેખાડી રહ્યા છે. આ હનુમાનજીની ઉંચાઈ ૧૨૨ ફૂટ છે.
આ હશે સૌથી મોટા હનુમાનજી:- ઉંચાઈ ની બાબતમાં આંધ્રપ્રદેશના શ્રી કાકુલમના હનુમાન રહેશે નમ્બર ૧ પર, તેની ઉંચાઈ છે ૧૭૬ ફૂટ.