૭૦૦ વર્ષ જુનું હનુમાનજીનું વીર અલીજા મંદિર, અહિયાં બજરંગબલીને ચઢાવવામાં આવે છે ભાંગનો ભોગ

આપણા દેશમાં હનુમાનજી ના અનેક મંદિર છે, પરંતુ એમાંથી અમુક ખુબ વિશેષ છે. એવું જ એક ખાસ મંદિર છે મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં. અહિયાં હનુમાનજી ને ચુંદડી ચઢાવવા માટે ભક્તો ને બુકિંગ કરાવવું પડે છે, એના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિર નું નામ શ્રી વીર અલીજા હનુમાન મંદિર છે.

મંદિર થી જોડાયેલી વિશેષ વાતો –

ઇન્દોર ના પંચકુઈયા વિસ્તારમાં શ્રી વીર અલીજા હનુમાન મંદિર માં ચુંદડી ચઢાવવા માટે ૨૦૨૧ સુધી નું બુકિંગ પૂરું થઇ ગયું છે. મંગળવાર ના દિવસે ચુંદડી ચઢાવવા માટે ૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અને શનિવારે ચુંદડી ચઢાવવા માટે જુન ૨૦૨૦ સુધીનું બુકિંગ થઇ ગયું છે. આ અનુષ્ઠાન સવાર સવારમાં ભક્તની મૌજૂદગી માં પુજારી કરે છે.

મંદિર ના પુજારી બાળ બ્રહ્મચારી પવનાનંદ મહારાજ એ જણાવ્યું કે મંદિર લગભગ ૭૦૦ વર્ષ જુનું છે. ભગવાન અહિયાં વીર સ્વરૂપ માં છે. ભગવાન ની સ્વયંભુ પ્રતિમા છે. એના બંને હાથો માં ગદા છે. ભગવાન ની પ્રતિમા પાષાણ ની છે. એની ઉંચાઈ ૫ ફૂટ અને લંબાઈ ૩ ફૂટ છે.

એક દિવસ પહેલા આપવામાં આવે છે સુચના :

બુકીગ થયા પછી ભક્ત ને એક રસીદ આપવામાં આવે છે, જેમાં એની બાજુથી ચુંદડી ચઢાવવાની તારીખ નક્કી હોય છે. ચુંદડી ચઢાવવાની તારીખ ની એક દિવસ પહેલા ભક્ત ને મંદિર તરફથી ફોન કરી ને સુચના આપવામાં આવે છે, જેના પછી ભક્ત એ દિવસે પહોંચીને એમાં શામિલ થાય છે, જો કોઈ કારણ સર નથી આવી શકતો તો પણ એની બાજુથી ચુંદડી ચઢાવવામાં આવે છે.

આમાં અડધો કિલો સિંદુર, ૨૦૦ ગ્રામ તેલ, ૨૦૦ ગ્રામ ચાંદી નું વર્ક અને અંતર ની બોટલ નો ઉપયોગ થાય છે. પુજારી ની અનુસાર ભગવાન ને ચુંદડી ચઢાવવા માટે મંદિર માં પંડિત નો સંપર્ક કરવાનો હોય છે. એના માટે ૧૫૦૦ રૂપિયા ની રસીદ આપવામાં આવે છે.

ભાંગનો ભોગ ચઢાવે છે :

સામાન્ય રીતે ભગવાન શિવ ને ભાંગ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે, પરંતુ  શ્રી વીર અલીજા મંદિર માં હનુમાનજી ને રોજ અડધો કિલો ભાંગ પણ ચઢાવવામાં આવે છે. લગભગ આ ભારત નું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી ને ભાંગ નો ભોગ ચઢાવવાની પરંપરા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer