ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજીનામુ આપ્યું ત્યાર બાદ હાર્દિક પટેલે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે કરેલી એક ટ્વીટમાં લખ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેય લેવાયું છે.
હાર્દિક પટેલે જણાવ્યું કે, 15 મહિના બાદ યોજાનારી વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસને 43 ટકા મત મળી રહ્યા છે અને 96-100 બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને 38 ટકા મત અને 80-84 બેઠક જ મળી રહી છે. આપને 3 ટકા અને મીમને 1 ટકા મત મળી રહ્યા છે.
હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ સરકાર ગુજરાતમાં સરકાર ચલાવવામાં નિષ્ફળ રહી છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી સામાન્ય નારાજ છે.
मुख्यमंत्री रूपानी को बदलने का प्रमुख कारण!!
अगस्त में आरएसएस और भाजपा का गुप्त सर्वे चौंकाने वाला था। कांग्रेस को 43% वोट और 96-100 सीट, भाजपा को 38% वोट और 80-84 सीट, आप को 3% वोट और 0 सीट, मीम को 1% वोट और 0 सीट और सभी निर्दलीय को 15% वोट और 4 सीट मिल रही थी।— Hardik Patel (@HardikPatel_) September 11, 2021
વિજયભાઈ રૂપાણીએ ગઈ કાલે સવારે સરદારધામ ના એક કાર્યક્રમમાં હાજરી આપીને ત્યારબાદ સીધા જ જઈને ટોચના નેતાઓની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. આ સાથે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે.
અત્યારે ભાજપના તમામ કાર્યકરોમાં ભારે અફરાતફરી છે તેમ જ મોટા મોટા નેતાઓની મીટીંગ ચાલુ થઈ ગઈ છે. ગઈ કાલે પણ કમલમ ખાતે ભાજપના મોટા નેતાઓ જેવા કે ભૂપેન્દ્ર યાદવ અને બી એલ સંતોશ એ પણ ખાનગી રીતે બેઠક કરી હતી.
તો મળી રહેલી માહિતી અનુસાર દીવ દમણ ના એડમીનિસ્ટેટર પ્રફુલ પટેલ , પાટીદાર સમાજ માં પકડ ધરાવતા પરષોત્તમ રૂપાલા , પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા જેવા નવા નામો cm ની રેસ માટે ચર્ચામાં હતા.