હરિદ્વારની આ ઐતિહાસિક બાબતો તમે આજ પહેલા ક્યાંય નહિ સાંભળી હોય, જાણો ચાર ધામ યાત્રાના પ્રવેશ બિંદુ વિષે  

હરિદ્વાર પહેલું મેદાની ક્ષેત્ર છે જ્યાં ગંગા નદી પહાડો માંથી વહીને આવે છે. -હરિદ્વાર કુંભ મેળાના ચાર સ્થાનો માંથી એક છે, જે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાનું સાક્ષી છે.

રોજ રાત્રે ગંગા નદીના કિનારે આરતી થાય છે જે પ્રાચીન કાળથી કોઈ પણ અંતરાળ વિના ચાલતી આવી છે. -હરિદ્વારમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ વિશ્વ વિદ્યાલય આવેલું છે, પતંજલિ યોગ પીઠની મુખ્ય શાખા પણ અહિયાં છે.

આ વાસ્તવમાં બાબા રામદેવની કર્મભૂમિ છે. -શાંતિ કુંજમાં આયુર્વેદને સૌથી સારી રીતે સમજી શકાય છે, શાંતિ કુંજ હર્બલ અને આયુર્વેદિક શોધ અને વિકાસ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

હરિદ્વારમાં પરદ મહાદેવ મંદિરમાં એક શિવલિંગ છે જે મરકરી ધાતુની બનેલી છે. આ મંદિર રુદ્રાક્ષના વૃક્ષ માટે પણ પ્રસિદ્ધ છે જે આ મંદિરના પરિસરમાં આવેલા છે. -કુશ્વરતા ઘાટ એ જગ્યા છે

જ્યાં લોકો પોતાના પરિવારના લોકોનું અંતિમ સંસ્કાર કરે છે. આ એ જગ્યા પણ છે જ્યાં ઋષિ દત્તાત્રેયએ એક હઝાર વર્ષ સુધી એક જ પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી.

દક્ષ મહાદેવ મંદિર એ મંદિર છે જ્યાં દક્ષ એ યજ્ઞ કર્યો હતો જેમાં સતીએ કુદીને પોતાનો જીવ આપ્યો હતો. -આ પ્રાચીન શહેર ૧૮૮૬ માં રેલ્વે નેટવર્ક ના રસ્તા સાથે જોડાઈ ગયું હતું.

હરિદ્વારને કપીલસ્થન, ગંગાદ્વાર અને માયાપુરી વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે. – હરિદ્વાર પ્રસિદ્ધ ચાર ધામ યાત્રાનું પ્રવેશ બિંદુ છે. ભક્તો હરિદ્વારથી પોતાની ચાર ધામ તીર્થયાત્રા ચાલુ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer