આજે અમે એક એવા સરોવર વિશે જણાવીશું જેમાં સ્નાન કર્યા પછી આપણા બધાજ પાપ ધોવાઇ જાય છે. અને ફરી સાફ સુથરા મનથી આપણે આગળ જીવન જીવવા માટે અગ્રસર બની શકીએ છીએ. એવું અમે નથી કહી રહ્યા આ સરોવર સાથે જોડાયેલ કથાઓ અને અહીના લોકો ની આસ્થા આ વાતનું પ્રતિક છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી લોકો ના પાપ નાશ પામે છે.
આ સરોવર ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી લગભગ ૧૫૦ કિલોમીટર દુર આવેલ હત્યાહરણ તીર્થ સરોવર છે, જે હરદોઇ જનપદની સંડીલા તહસીલમાં પવિત્ર નૈમિષારણ્ય પરિક્રમા ક્ષેત્રમાં આવેલ છે. અને ત્યાં લોકોની ખુબજ ભીડ જામેલી રહે છે.
અહીના રહેવાસી એક બુઝુર્ગએ જણાવ્યું કે હું મારા પિતાજી સાથે અહી ફૂલ વેચવા આવતો ત્યારે મેં એક વાર મારા પિતાજીને પૂછેલું કે આટલા બધા લોકો અહી શા માટે આવે છે? ત્યારે એમણે મને જણાવ્યું કે હજારો વર્ષો પહેલા અહી જયારે ભગવાન શ્રી રમે રાવણનો વધ કર્યો હતો ત્યારે તેને બ્રહ્મહત્યા નો દોષ લાગ્યો હતો. એ પાપને દુર કરવા માટે ભગવાન શ્રી રામ પણ આ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતા.
આ સરોવરના નિર્માણ વિશે શિવ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે કે માતા પાર્વતીની સાથે ભગવાન ભોલાનાથ એકાંતની શોધ કરી રહ્યા હતા ત્યારે નૈમિષારણ્યમાં વિહાર કરતા કરતા જંગલમાં જઈ પહોચ્યા. ત્યાં સુરમ્ય જંગલ મળતા તપસ્યા કરવા લાગ્યા. તપસ્યા કરતા માતા પાર્વતીને તરસ લાગી. જંગલમાં ક્યાય પણ પાણી ના મળવાથી તેમણે દેવતાઓને પાણી માટે કહ્યું ત્યારે સૂર્ય દેવતાએ એક કમંડળમાં પાણી આપ્યું અને પાર્વતીજીએ જલપાન કાર્ય પછી વધેલું જળ જમીન પર ફેક્યું. તેજસ્વી પવિત્ર જળથી ત્યાં એક કુંડનું નિર્માણ થઇ ગયું અને ત્યાંથી જતી વખતે ભગવાન શંકરે આ જગ્યાનું નામ પ્રભાસ્કર ક્ષેત્ર રાખ્યું.