શું તમે જાણો છો હવન દરમિયાન વારંવાર સ્વાહા શા માટે બોલવામાં આવે છે? અહી છે તેનું સાચું કારણ.

હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કામ કરતા પહેલા યજ્ઞ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ માં યજ્ઞ ના સંબંધ માં કહેવામાં આવ્યું છે કે જે કામ માં દેવતા, હવનીય દ્રવ્ય, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા આ પાંચનો સહયોગ હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞના કારણે શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ, આત્મા શુદ્ધિ, વૃદ્ધી, અધ્યાત્મિક ઉન્નતી અને સ્વાસ્થ્યની રક્ષા થાય છે.

હવન દરમિયાન જયારે બલિદાન આપવામાં આવે છે ત્યારે એક શબ્દ વારંવાર બોલવા માં આવે છે તે છે સ્વાહા, પરંતુ શું તમે વિચાર્યું છે આ શબ્દ નો અર્થ શું થાય છે અને આને કેમ બોલવા માં આવે છે. સ્વાહા નો અર્થ થાય છે સાચી રીતે પહોંચાડવું. હવન દરમિયાન સ્વાહા બોલવા થી દેવતાઓ ને અગ્નિ વડે ભોગ આપવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ જ્યાં સુધી સફળ માનવામાં નથી આવતું જ્યાં સુંધી કે ભોગ નું ગ્રહણ દેવતા ન કરી લે, દેવતા આવા ભોગ ને ત્યારે સ્વીકાર કરે છે જયારે અગ્નિ દ્વારા સ્વાહા ના માધ્યમ થી અર્પણ કરવામાં આવે.

વાર્તાઓ ની અનુસાર સ્વાહા અગ્નિદેવ ની પત્ની છે. એવા માં સ્વાહા નું ઉચ્ચારણ કરી નિર્ધારિત હવન સામગ્રી નો ભોગ અગ્નિ ના માધ્યમ થી દેવતાઓ ને પહોંચાડે છે. બલિદાન આપતા સમયે તમારા સીધા હાથ ની વચ્ચે અને અનામિક આંગળીઓ પર સામગ્રી લેવી જોઈએ અને અંગુઠા નો સહારો લઈને મૃગી મુદ્રા થી એને અગ્નિ માં જ નાખવા જોઈએ. બલિદાન હંમેશા નમીને જ નાખું જોઈએ.

આમ આપણે સૌ જાણીએ જ છીએ કે આજકાલ વાતાવરણમાં પ્રદુષણ ખુબજ વધી રહ્યું છે, અને તેથી જ વાતાવરણ શુદ્ધ કરવા માટે હવાન કરવો ખુબજ જરૂરી છે, હવાન માં વપરાતા લાકડા, છાણ, ઘી વગેરે દ્વારા જે દુમાડો ઉત્પન થાય છે એ આપની આજુ બાજુના વાતાવરણને શુદ્ધ બનાવે છે. અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ સારું સાબિત થાય છે. તેમજ હવાન માં બોલતા શબ્દો અને શ્લોકો આપણા મનને શુદ્ધ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer