જાણો અહી હવન કરવાથી થતા લાભ અને વૈજ્ઞાનિક કારણ

એક રિપોર્ટ અનુસાર ફ્રાન્સના ટ્રેલે નામના વૈજ્ઞાનિકે તો હવન પર સંશોધન કર્યુ છે. તેમાં તેમને જાણવા મળ્યુ હતુ કે હવન મોટાભાગે લાકડા એટલેકે સમધીથી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિહોત્ર કર્મ પ્રતિદિન કરવાની બૌદ્ધિક કાળથી પરમ્પરા રહી છે. આપણા શાસ્ત્રોમાં તો હોમ હવનનું મહત્વ રહેલુ જ છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે યજ્ઞ કરવાથી અગણિત ફાયદાઓ થાય છેજ્યારે આંબાનું લાકડુ સળગે છે તો તેમાંથી ફોર્મિક એલ્ડીહાઈડ નામનો ગેસ ઉત્પન્ન થાય છે. જે ખતરનાક જીવાણુઓને મારીને વાતાવરણને શુદ્ધ કરી દે છે.

આ સંશોધન પછી જ વૈજ્ઞાનિકોને ગેસ અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જાણવા મળ્યુ. ટૌટીક નામના વૈજ્ઞાનિકે સંશોધનમાં જોયુ કે જો અડધો કલાક હવનમાં બેસવામાં આવે તો હવનના ધુમાડાથી ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીના જીવાણુઓ મરી જાય છે અને શરીર શુદ્ધ થાય છે. હવનમાં ક્યાં સમધિ વપરાય છે ? હવનમાં મોટેભાગે આંબાનું લાકડુ લેવામાં આવે છે આ સિવાય સાગ, ખેર, પલાશ, પીપળો, ખીજડો(શમી), દૂર્વા કુશા, મંદાર જેવા વૃક્ષના લાકડાથી હવન કરવામાં આવે છે.

હવ્ય આહૂતિ માટેના દ્રવ્ય : પ્રત્યેક ઋતુમાં આકાશમાં ભિન્ન ભિન્ન વાતાવરણ હોય છે ઠંડી, ગરમી, ભેજ, ધુમાડો, બરફ પડવો શુષ્ક વાતાવરણ આ તમામમાં અલગ અલગ કિટાણુઓ વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. હોમ દ્રવ્યો મુખ્યત્વે સુગંધિત, પુષ્ટિકારક,મિષ્ટ અને રોગ નાશક હોય છે.સુગંધિત હોમ દ્રવ્યોમાં કેસર, અગર,તગર, ચંદન,એલચી, જાયફળ, જાવિંત્રી, છડીલા, કપૂર, પડી પાનડી ધુપનો ઉપયોગ થાય છે. પુષ્ટિકારક હોમ દ્રવ્યોમાં ધૃત, ગુગળ, સુકા ફળો, જવ, તલ, ચોખા, મધ, નાળીયેર વગેરેનો સમાવેશ થાય છે. મિષ્ટ હોમ દ્રવ્યોમાં સાકર, ગળ્યાદાણા, દ્રાક્ષનો સમાવેશ થાય છે.

રોગ નાશક હોમ દ્રવ્યોમાં જાયફળ, સોમવલ્લી, બ્રાહ્મી, તુલસી, અગર તગર તલ, ઇન્દ્ર જવ, આંબળા, માલકાંગડો, હરતાલ, તમાલપત્ર, કેસર, સફેદ ચંદન, જટામાસી, આંકડો, ધતૂરો જેવી વસ્તુઓનો ઉપયોગ હવનમાં કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer