આપણા દેશમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. દરેક ધાર્મિક સ્થળોની અલગ અલગ વિશેષ માન્યતાઓ રહેલી હોય છે. એમાંથી જહેમકુંડ સાહિબજી શિખોનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ હેમકુંડ એક બરફની બનેલી ઝીલ છે જે સાત વિશાળ પર્વતોથી ઘેરાયેલી છે, જેને હેમકુંડ પર્વત પણ કહે છે. કારતક પૂનમે મનાવવામાં આવતા પ્રકાશ પર્વ પર અહીં વિશેષ ઉત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશ પર્વ 12 નવેમ્બરે મનાવામાં આવશે. તો ચાલો જાણી લઈએ ગુરુ ગોવિન્દ સિંહે કરેલી તપસ્યા વિશે..
ગુરુ ગોવિંદ સિંહે અહીં કરી હતી તપસ્યા
એવી માન્યતા છે કે હેમકુંડ સાહિબમાં શિખો દસમા ગુરુ ગુરુગોવિંદ સિંહે લગભગ 20 વર્ષ સુધી તપસ્યા કરી હતી. જે જગ્યાએ ગુરુજીએ ધ્યાન કર્યું હતું એ જ જગ્યાએ ગુરુદ્વારા બન્યું હતું. ગુરુદ્વારાની સાથે જ પવિત્ર સરોવર છે જેને હેમ સરોવરના નામે ઓળખવામાં આવે છે.
ગુરુદ્વારામાં માથુ ટેકવતા પહેલાં શિખ શ્રદ્ધાળુઓ આ પવિત્ર સરોવરમાં સ્નાન કરે છે. અહીં નજીકમાં જ ભગવાન લક્ષ્મણને સમર્પિત એક મંદિર છે. કહેવાય છે કે સૌથી પહેલાં ગુરુગોવિંદ સિંહ આ મંદિરમાં પૂજા કરવા માટે અહીં આવ્યાં હતાં.
ખાલસાનું પ્રતીક ધ્વજ લહેરાય છે
આ સ્થળ ગુરુ ગોવિંદ સિંહજીએ અહીં આવતાં પહેલાં પણ તીર્થ માન્યું હતું. આ જગ્યાએ પહેલાં લોકપાલ કહેવામાં આવતું હતું. જેનો અર્થ વિશ્વના રક્ષક થાય છે. કહેવાય છે કે લોકપાલ એ જગ્યા છે, જ્યાં લક્ષ્મણજી મન ભાવન સ્થાન હોવાને લીધે ધ્યાન ઉપર બેઠાં હતાં. હેમકુંડ સાહિબની પાસે જ સપ્તઋષિ ચોટિયો આપેલી છે, જેની ઉપર ખાલતા પંથનું પ્રતીક નિશાન સાહિબ પર ધ્વજ લહેરાય છે.
આત્મકથામાં ઉલ્લેખ
આ જગ્યાનો ઉલ્લેખ ગુરુ ગોવિંદ સિંહજીની આત્મકથામાં પણ પ્રાપ્ત થાય છે. દસમા ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાંડુ રાજા આ જગ્યાએ અભ્યાસ યોગ કરતાં હતાં. સંત સોહન સિંહ, જે શિખ ધર્મના ઉપદેશ આપતા હતા તેમને એકવાર ઉપદેશ આપતી વખતે ગુરુ ગોવિંદ સિંહની તપસ્યા સ્થળનું ધ્યાન આવ્યું અને તેમના મનમાં આ જગ્યાને શોધવાની ઈચ્છા જાગૃત થઈ. ઘણી શોધ કર્યા પછી જ તેમને પોતાના ગુરુના પવિત્ર સ્થળના દર્શન થયાં હતાં.