હિંદુ ધર્મ માં આ ૫ પાંદ નું ખુબ જ મહત્વ છે..

૧. તુલસી ના પાંદ :

ભગવાન વિષ્ણુ ને સૌથી પ્રિય છે તુલસી ના પાંદ. ભગવાન ને જયારે ભોગ લગાવો છો અથવા એને પાણી અર્પિત કરો છો તો એમાં તુલસી ના પાંદ રાખવા જરૂરી છે. તુલસી ના પાંદ ખાતા રહેવાથી કોઈ પણ પ્રકાર ના રોગ અને શોક નથી થતા. તુલસી ના પાંદ ને સાંજે તોડવા ન જોઈએ. અને કોઈ રજસ્વલા સ્ત્રી ની નજર એના પર પડવી ન જોઈએ. દુષિત પાણી માં તુલસી ના અમુક તાજા પાંદડા નાખવાથી પાણી નું શુદ્ધિકરણ કરી શકાય છે. તાંબા ના લોટા માં એક તુલસી ના પાંદ નાખીને જ રાખવો જોઈએ. તાંબુ એન તુલસી બંને જ પાણી ને શુદ્ધ કરવાની ક્ષમતા રાખે છે.

૨. બીલી પત્ર:

હિંદુ ધર્મ માં બીલી પત્ર ભગવાન શિવ ની આરાધના નું મુખ્ય અંગ છે.કહેવાય છે શિવ ને બીલીપત્ર ચઢાવવાથી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે. ચતુર્થી, અષ્ટમી, નવમી,ચતુર્દશી,અમાસ અને કોઈ મહિના ની સંક્રાતિ ને બીલી પત્ર તોડવા ન જોઈએ. બીલી પત્ર નું સેવન ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત, કફ, તેમજ પાચન ક્રિયા ના દોષો થી પૈદા બીમારીઓથી રક્ષા કરે છે.

૩. નાગરવેલ પાંદ :

પાન ને સંસ્કૃત માં તાંબુલ કહે છે. એનો ઉપયોગ પૂજા માં કરવામાં આવે છે. દક્ષીણ ભારત માં તો નાગરવેલ ના પાંદ ની વચ્ચે પાંદ નું બીજ તેમજ સાથે જ એક રૂપિયા નો સિક્કો રાખીને ભગવાન ને ચઢાવવામાં આવે છે. જયારે ઉત્તર ભારત માં પૂજા ની સોપારી ની સાથે એક રૂપિયા નો સિક્કો ચઢાવવામાં આવે છે. કળશ સ્થાપના માં કેરી અને પાંદ નો ઉપયોગ થાય છે.

૪. કેળા ના પાંદ :

કેળા ના પાંદ દરેક ધાર્મિક કામ માં ઉપયોગ કરવામાં આવે છે. કેળા ના ઝાડ ઘણા પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ને કેળા નો ભોગ લગાવવામાં આવે છે. કેળા ના પાંદ માં પ્રસાદ વહેંચવામાં આવે છે. માનવામાં આવે છે કે સમૃદ્ધી માટે કેળા ના ઝાડ ની પૂજા કરવી સારી હોય છે. કેળ રોચક, મધુર, શક્તિશાળી વીર્ય તેમજ માંસ વધવા વાલમ નેત્રદોષ માં હિતકારી છે.

૫. કેરી ના પાંદ :

Mango tree in farm.

લગભગ માંગલિક કાર્યો માં કેરી ના પાંદ નો ઉપયોગ મંડપ, કળશ, વગેરે સજાવવા ના કાર્યો માં કરવામાં આવે છે. એના પાંદ થી દ્વાર, દીવાલમ યજ્ઞ વગેરે સ્થાનો ને પણ સજાવવામાં આવે છે. તોરણ, વાસ ના સ્તંભ વગેરે માં પણ કેરી ના પાંદ લગાવવાની પરંપરા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer