જાણો હિંદુ ધર્મ માં વેદોનું મહત્વ…

વેદોને સનાતન ધર્મનો આધાર માનવામા આવે છે. આ શબ્દ સંસ્કૃતભાષા ના “વિદ” ધાતુથી બન્યો છે. વેદો ને હિંદુ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યા છે. તેનાથી વૈદીક સંસ્કૃતિ પ્રચલિત થઈ છે. એવી માન્યતા છે કે આ મંત્રો ભગવાને પ્રાચીન ઋષિઓને સ્વમુખે સંભળાવ્યા હતા. તેથી વેદો ને શ્રુતિ પણ કહેવામાં આવે છે.

વેદો ના મુખ્ય ચાર પ્રકાર છે

૧. ઋગ્વેદ

૨. યજુર્વેદ

૩. સામવેદ

૪. અથર્વવેદ

ઋગ્વેદઃ-

વેદો માં સર્વપ્રથમ ઋગ્વેદનું નિર્માણ થયુ. તે પદ્યાત્મક છે અર્થાત કાવ્ય સ્વરુપે છે. ઋગ્વેદ ને મંડળ મા વિભાજિત કરવામાં આવ્યો છે. તેના મંડળો માં ૧૦૨૮ સૂક્ત અને ૧૧ હજાર મંત્રો છે. આ વેદ ની ૫ શાખાઓ છે – શાકલ્પ, વાસ્કલ, અશ્વલાયન, શાંખાયન, મંડુકાયન. ઋગ્વેદ ના દશમાં મંડળ માં ઔષધિસૂક્ત એટલે કે દવાઓ નો ઉલ્લેખ જોવા મળે છે. તેમા જળ ચિકિત્સા, વાયુ ચિકિત્સા, સૌર ચિકિત્સા, માનસ ચિકિત્સા અને હવન દ્વારા ચિકિત્સા વગેરે ની પણ જાણકારી આપવામાં આવી છે.

યજુર્વેદઃ-

આ વેદ ગદ્યમય છે, તેમા યજ્ઞ ની સાચી પ્રક્રિયા આપી છે. આ વેદ મુખ્યતઃ ક્ષત્રિયો માટે રચાયેલો જણાય છે. યજુર્વેદ ના બે ભાગ છે

કૃષ્ણઃ- વૈશમ્પાયન ઋષિ નો સંબંધ કૃષ્ણ સાથે છે. કૃષ્ણની ચાર શાખાઓ છે.

શુક્લઃ- યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંબંધ શુક્લ સાથે છે. તેની બે શાખાઓ છે. તેમા ચાલીસ અધ્યાય છે. યજુર્વેદ ના એક મંત્ર માં બ્રિહિધાન્યો નુ વર્ણન જોવા મળે છે. તે સિવાય દિવ્ય, વૈદ્ય અને કૃષિ વિજ્ઞાન નો વિષય પણ એમાં સમાવેશ છે.

સામવેદઃ-

સામવેદ ગિતાત્મક એટ્લેકે ગીત ના સ્વરૂપે છે. ચાર વેદો મા સામવેદ નુ નામ ત્રીજા સ્થાન પર લેવામા આવે છે. ઋગ્વેદ ના એક મંત્ર મા ઋગ્વેદ કરતા પણ પહેલા સામવેદ ના નામ નો ઉલ્લેખ આવવાથી અમુક વિદ્વાનો વેદો ને એક પછી એક રચાયેલા માનીને દરેક ને સ્વતંત્ર રચાયા હોવાનુ માને છે.  સામવેદ માં ગેય છંદો વધારે જોવા મળે છે. જેનો ઉપયોગ ગાન યજ્ઞો વખતે થતો હતો. ૧૮૨૪ મંત્રો ના આ વેદ મા ૭૫ મંત્રો ને છોડીને બાકિના બધા મંત્રો ઋગ્વેદ માંથી જ લેવામા આવ્યા છે. આ વેદ ને સંગિત શાસ્ત્ર નુ મૂળ ગણવામા આવે છે. તેમા સવિતા, અગ્નિ અને ઇંદ્ર દેવતાઓ વિશે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. 

અથર્વવેદઃ– 

આ વેદ માં જાદૂ, ચમત્કાર, આરોગ્ય, યજ્ઞ માટે મંત્રો આપવામાં આવ્યા છે. આ વેદ મુખ્ય રીતે વ્યાપારીઓ માટે છે. જેમા ૨૦ કાંડ છે. તેના આઠ વેદ છે જેમા ભેષજ વેદ અને ધાતુ વેદ આ બે નામો જોવા મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer