હિન્દુ ધર્મ સાથે જોડાયેલા આ 4 રહસ્યો કે જે વિજ્ઞાન ક્યારેય નહી સમજી શકે

હિંદુ ધર્મને સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે, અને ભારત દેશને પણ સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. કેમકે સૌથી પ્રથમ ધર્મ, સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ ભારત દેશની અંદર થયો હતો, અને ભારત દેશની અંદર અમુક એવા રહસ્યો છુપાયેલા છે કે જે હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિકોએ શોધી શક્યા નથી. હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો ની અંદર પણ એવી વસ્તુઓ બતાવવામાં આવી છે કે જે લોકો ના સમજ થી બહાર છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મ થી જોડાયેલા 4 એવા રહસ્યો વિશે, કે જે હજી સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલ કરી શક્યું નથી. વાત ત્યાં સુધી છે કે વૈજ્ઞાનિકો પણ હજી સુધી વિચારતા થઈ ગયા છે, કે આખરે આ રહસ્ય પાછળનું કારણ શું છે? પરંતુ હજી સુધી વૈજ્ઞાનિકોએ પણ તેની પાછળનું કોઈ કારણ મળ્યું નથી.

સંજીવની બુટી : સંજીવની બૂટી નો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવે છે, કે જ્યારે લક્ષ્મણ અને મેઘનાથ નું યુદ્ધ થતું હોય ત્યારે લક્ષ્મણ ઘાયલ થઇ જાય છે, અને એ લક્ષ્મણ ને બચાવવા માટે ભગવાન હનુમાન દૂરથી સંજીવની બુટી લાવે છે, અને જેથી કરીને લક્ષ્મણના પ્રાણ બચી જાય છે. એ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે સંજીવની-બુટી એક ચમત્કારી વૃક્ષ છે અને તેનો ઉપયોગ કરીને કોઇપણ મૃત વ્યક્તિ છે તે પણ જીવિત થઈ શકે છે.

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે જો સંજીવની-બુટી નું યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ મૃત્યુ શૈયા ઉપર સૂતેલ હોય તો તે પણ ફરીથી સ્વસ્થ થઈ શકે છે. કેમ કે સંજીવની-બુટી નું સેવન તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આવી જડીબુટી શોધવાનું કાર્ય કર્યું પરંતુ હજી સુધી કોઈ પણ વ્યક્તિને તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી. હજારો લોકોએ હિમાલયના અનેક પહાડ ખોદી કાઢ્યા પરંતુ હજી સુધી કોઈ પણ લોકોને આ સંજીવની બૂટી વિશે કોઇ નક્કર માહિતી મળી નથી.

ઈચ્છાધારી નાગ : હિન્દુ ધર્મની અંદર સાપને ગાય પછી સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવે છે, અને હિન્દુ ધર્મની અંદર નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં એક વાત એવી પણ છે કે જે સાપ ની ઉંમર 100 વર્ષ કરતાં વધી જાય છે તે સાપને પોતાની તપસ્યાના કારણે ઈચ્છાધારી સાપ બની જાય છે, અને તે પોતાનું ઇચ્છિત સ્વરૂપ ધારણ કરી શકતા હોય છે. પરંતુ હજી સુધી આ વાત દરેક લોકોએ સાંભળેલી છે, પરંતુ તેની પાછળ કોઈ પણ વ્યક્તિએ પુરાવો આપ્યો નથી. એવું માનવામાં આવે છે કે ઇચ્છા ધારી સાપ પાસે એક મણી હોય છે અને તે નાગમણી જો કોઈપણ વ્યક્તિ હાંસલ કરી લે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. અને આ વાત પાછળ વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રકાર ના રિસર્ચ કર્યા છે. પરંતુ હજી સુધી વૈજ્ઞાનિકોએ આ વસ્તુ પાછળનું કોઈ ખાસ કારણ મળ્યું નથી, અને ઈચ્છાધારી નાગ કઈ રીતે પોતાનું રૂપ બદલાવી શકે તે વિશે પણ તે જાણી શક્યા નથી.

સોમરસ : માનવામાં આવે છે કે સ્વર્ગની અંદર દેવતાઓને અપ્સરાઓ જ્યારે નૃત્ય કરી ને ખુશ કરતી હોય છે, ત્યારે અપ્સરાઓ દેવતાઓને આ નશીલો પદાર્થ પીવડાવતી હોય છે. કહેવાય છે કે  સોમરસ ખરેખર શરાબનું જ એક રૂપ છે. પરંતુ દેવતાઓ તેને ખૂબ આનંદ લઈને પિતા હોય છે. ઋગ્વેદની અંદર દારૂની સખત નિંદા કરવામાં આવી છે. આમ છતાં જો સ્વર્ગની અંદર આ પીણું પીવામાં આવતું હોય તો તેનો કોઈ ફાયદો હોઈ શકે છે. પરંતુ અમુક શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સોમરસ ભાંગનો જ એક પ્રકાર છે કે જે દેવતાઓ ભગવાન શંકરની સાથે સાથે પિતા હતા. પરંતુ આપણા ધર્મની અંદર નશો કરવાની સખત મનાઇ કરવામાં આવી છે, અને આથી જ વૈજ્ઞાનિકોએ આની પાછળ ઘણા બધા તર્કો વિચાર્યા પરંતુ તેને તેની પાછળ કોઈ એવું નક્કર કારણ ન મળ્યું કે આ સોમરસ ખરેખર છે શું અને શા માટે તેનું સેવન કરવામાં આવે છે.

પુનર્જન્મ : હિન્દુ ધર્મની અંદર એક એવી માન્યતા છે કે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે ફરીથી પાછો આ પૃથ્વી ઉપર જન્મ લેતો હોય છે. અને પોતાની અધુરી વસ્તુઓને પૂરું  કરતો હોય છે. પરંતુ ઘણા લોકોને આજે પણ આ વાત ઉપર શંકા છે અને ઘણા લોકો આ વાતને પૂરી શ્રદ્ધાથી માનતા હોય છે. હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવે છે કે જ્યારે આત્મા એક શરીર ને છોડીને બીજા શરીરમાં જાય છે, ત્યારે તે શરીર નશ્વર હોય છે, અને નષ્ટ પામે છે. પરંતુ આત્મા નષ્ટ પામતી નથી પરંતુ ઘણા લોકોનું માનવું છે કે જે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે તે ફરીથી આ પૃથ્વી ઉપર જન્મ લે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હજી સુધી આ વાતની કોઈ પુષ્ટિ આપી નથી, અને વૈજ્ઞાનિકોને હજી આ વાત ઉપર શંકા લાગે છે કે પૃથ્વી ઉપર અને હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવતા પુનર્જન્મ જેવી કોઇ વસ્તુ છે જ નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer