જાણો હિંદૂ ધર્મમાં આ કારણથી સવારની પૂજા છે મહત્વની

આપણા શાસ્ત્રોમાં પૂજાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ મહત્વનું કારણ છે કે સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.  બ્રહ્મમુહૂર્ત એટલે સવારે પ્રાત:કાળમાં પૂજા કરવાથી મન શાંત થાય છે. ઊંઘ કર્યા પછી કરેલી દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે. આ સિવાય સવારે પૂજા કરવાથી કયા કયા લાભ થાય છે વાંચો અહીં.

સવારની પૂજાથી થતાં લાભ

– પૂજા માટે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી સ્નાનાદિ કર્મ કરવું પડે છે. આ સવારે વહેલા ઉઠવાની આદત સ્વાસ્થ્યલક્ષી લાભ આપે છે અને દિવસભર તાજગી છવાયેલી રહે છે.

– બ્રહ્મ મુહૂર્તનો સમય ધ્યાન એટલે કે મેડિટેશન માટે ખૂબ સારો હોય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં શુદ્ધતા હોય છે.

– સવારના સમયે ભગવાનનું ધ્યાન કરવામાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલા મંત્ર જાપ સૌથી ઉત્તમ ફળ આપે છે.

– સવારના સમયે મનમાં વ્યર્થ વિચારો હોતા નથી. ભગવાનની ભક્તિ માટે જે એકાગ્રતા જોઈએ છે તે સવારના સમયે મળે છે. એકાગ્રતા સાથે કરેલી પૂજાનું ફળ અચૂક મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer