ચાલો જાણીએ હિંદુ ધર્મના મુખ્ય ધાર્મિક પ્રતીકો વિશે.

  : આ સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રતિક છે. સૌથી શક્તિશાળી અને ઉર્જાવાન શબ્દ છે ॐ. ઘણા બધા મંત્રો ની શરૂઆત ॐ થી થાય છે. તે બ્રહ્મ નું જ સ્વરૂપ છે.

સાથીયો :  આ નિશાન ખુબજ શુભ માનવામાં આવે છે, જે શુભ, વૈભવ, મંગલ નું પ્રતિક છે. ઘરના દ્વાર પર, મંદિરમાં, ખાતાવહી માં, તિજોરીમાં, અને શુભ જગ્યાઓ પર હિંદુ આ નિશાન બનાવે છે. તહેવારમાં અને માંગલિક કાર્યોમાં તેને બનાવીને મંગલ કામની શરૂઆત કરવામાં આવે છે.

શંખ : મંદિરમાં શંખ રાખવો ખુબજ શુભ માનવામાં આવે છે.તે ઘણા દેવી દેવતાઓ ના હાથમાં પણ જોવા મળે છે. સમુદ્ર મંથન વખતે એ માં લક્ષ્મીની સાથે નીકળ્યો હતો. આરતી પછી શંખ વગાડવો શુભ માનવામાં આવે છે.

રંગોળી :માંગલિક અવસરો અને ઉત્સવો પર રંગોથી રંગોળી બનાવામાં આવે છે. તે દેવી દેવતાઓ ના સ્વાગત માટે તૈયાર કરવામાં આવે છે.

દીવો: પૂજાનો સૌથી મહત્વનો ભાગ છે પ્રગટાવેલ દીવો. એ માટી અને પાણી થી બને છે. અને પાંચ તત્વ નું પ્રતિનિધિત્વ કરે છે.

મંગલ કળશ:  

સુખ અને સમૃદ્ધિ નો પ્રતિક માનવામાં આવે છે મંગલ કળશ. પૂજામાં કળશ પર દોરો બાંધી તેના પર તિલક કરી આંબાના પાન રખવામાં આવે છે. અને પછી ઉપર નારીયેલ મૂકી તેને ઢાંકવામાં આવે છે. પછી તેને પુજાના કામમાં લેવામાં આવે છે. 

હાથી : હિંદુ ધર્મમાં હાથીને શાંતિનું પ્રતિક અને સ્વરૂપ માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને ઇન્દ્ર ને હાથી ખુબજ પ્રિય છે. ઘરમાં શાંતિ માટે ચાંદી અથવા સોનાનો હાથી રાખવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું મુખ પણ ગજ મુખ છે. સમુદ્ર મંથન ની કથામાં પણ સફેદ હાથી ઐરાવત પ્રાપ્ત થયો હતો.

ગરુડ ઘંટી : 

જે મંદિર અથવા કોઈ સ્થાન પર પિત્તળ અને ચાંદીની ઘંટડી વાગવાનો અવાજ નિયમિત આવે છે, એ જગ્યા પર સકારાત્મક ઉર્જાનો વાસ હંમેશા રહે છે. અને ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા દુર રહે છે. અહી જીવને શાંતિ પ્રાપ્ત થાય છે.

મંગલ સૂત્ર : હિંદુ ધર્મમાં વિવાહિત સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય ની કામના માટે ગાળામાં મંગલ સૂત્ર ધારણ કરે છે. તેમાં લગાવેલા કળા મોતી ખરાબ નજર થી બચાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer