દેવભૂમિ હિમાચલમાં મુસ્લિમ સમુદાયની નવી પેઢી ધર્મ જાતિને તોડીને એક મિસાલ બનાવી રહી છે. મુસ્લિમ છોકરીઓ અને છોકરીઓ વેદો, હિંદુ ધર્મ-શાસ્ત્રોની શિક્ષા લઇ રહી છે. ઘણી છોકરીઓ અને એમનું પરિવાર દરરોજ મંદિરે પણ જાય છે. કુરાન સિવાય ગીતામાં પણ એમની એવી જ રૂચી છે. એમના પરિવારોને પણ કોઈ સમસ્યા નથી. એ પોતે ઈચ્છે છે કે એમના બાળકો સંસ્કૃતમાં એમનું કરિયર બનાવે.
કાંગડા જિલાના બલાહાર (દેહરા) સ્થિત સંસ્કૃત ડીમ્ડ યુનિવર્સીટીમાં મુસ્લિમ સમુદાયની લગભગ ૧૧ છોકરીઓ શાસ્ત્રી, આચાર્ય અને બીએડનો અભ્યાસ કરી રહી છે. અહી પર મુસ્લિમ છોકરાઓ પણ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. દેશના ૧૩ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાઓમાં શુમાર આ સંસ્થાનમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. અહી સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓમાં ૭૦ % સંખ્યા છોકરીઓની છે.
મુસ્લિમ વિદ્યાર્થી બોલી – અમે તો જઈએ છીએ હિંદુ મંદિર : શાસ્ત્રીમાં દર્શન શાસ્ત્ર, સાહિત્ય, વેદ, જ્યોતિષ અને વ્યાકરણનો અભ્યાસ થાય છે. સંસ્કૃતના પ્રાચાર્ય પ્રો. લક્ષ્મી નિવાસ પાંડેએ જણાવ્યું કે આખા દેશમાં સ્થાપિત સંસ્કૃત સંસ્થાન રાષ્ટ્રીય એકતાને સહકાર આપી રહ્યા છે. અમારા સંસ્થાનમાં પણ હિંદુ મુસ્લિમ વિદ્યાર્થી પ્રેમ ભાવથી સંસ્કૃત ભણી રહ્યા છે.
બધા કામ પહેલા થાય છે વૈદિક મંત્રોચ્ચાર : બલાહાર સ્થિત સંસ્કૃત સંસ્થાનમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થાય છે. સવારે સૂર્ય નમસ્કાર થાય છે. હિંદુ ધર્મના મંત્રોથી પરિસર ગુંજતું રહે છે. મુસ્લિમ છોકરીઓ સંસ્થાનના આ બધા નિયમોનું પાલન કરે છે. સંસ્કૃત શાસ્ત્રમાં શાસ્ત્રી સંકાયની પ્રથમ વર્ષની વિદ્યાર્થી મીના બીબીએ જણાવ્યું કે એમના પરિવારના જ એમને સંસ્કૃત ભણવા માટે મોકલે છે જેથી એ શિક્ષિત બનીને એમના પગ પર ઉભી થઇ શકે. મીના ઉનામાં રહે છે.
મૌલવી પિતાએ છોકરીને મોકલી સંસ્કૃત ભણવા : એમણે કહ્યું કે હિંદુ – મુસ્લિમના નામ પર ઝગડો કરતા લોકો પર અમને તરસ આવે છે. અમે તો હિંદુ મંદિરમાં જઈને પૂજા પણ કરીએ છીએ. ધર્મના નામ પર કોઈ ભેદભાવ નથી. પ્રથમ વર્ષની વિદ્યાર્થી રૂકસાના બેગમેં જણાવ્યું કે હું હિંદુ ગ્રંથો વિશે જાણવા માંગતી હતી, એટલા માટે શાસ્ત્રી કરી રહી છું. આપણે એકબીજાના ધર્મ અને રીતી રીવાજ અપનાવવા જોઈએ. ધર્મ અને જાતપાતમાં ફસવું ન જોઈએ. મારા પિતા મૌલવી છે અને એમણે જ મને સંસ્કૃત ભણવા માટે મોકલી છે અમે તો હિંદુ મંદિરમાં નિયમિત રૂપથી જઈને માથા જુકાવીએ છીએ.