આખા દેશમાં આસો નવરાત્રીની ધૂમ મચી છે. દેવી માને દરેક રૂપોમાં શણગારી પૂજા કરવામાં આવી રહ્યા છે. દેવીની શક્તિપીઠો ઉપર ભક્તોની ભીડ જામેલી હોય છે. અમે તમને એક એવી શક્તિપીઠ વિશે જણાવવા માંગીએ છીએ જે ખાસ છે. આ શક્તિપીઠ એટલા માટે ખાસ છે કે આ મંદિર ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત હિંગળાજ માતા મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિરને હિંગળાજ ભવાની મંદિર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે , આ મંદિર 2000 વર્ષથી પણ વધારે જૂનું છે.
આ મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હિંગોલ નદીના કિનારે ચંદ્રકૂપ પર્વત ઉપર આવેલું આ મંદિર ખુબજ પવિત્ર માનવામાં આવે છે. અહીં જવાનો રસ્તો પણ ખૂબજ મુશ્કેલી ભર્યો છે. પરંતુ ભક્ત અને શ્રદ્ધાળુઓ દર વર્ષે આ મંદિરમાં આવે છે. નવરાત્રી દરમિયાન અહીં મેળો લાગે છે. અહીં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસલમાનો મોટી સંખ્યામાં આવે છે.
આ મંદિરની કહાની ખૂબ જ પ્રાચીન છે. ભગવાન શિવ અને દેવી સતીના લગ્ન થયા હતા. પરંતુ દેવી સતીના પિતા દક્ષે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. જેથી દેવી સતીએ આત્મદાહ કર્યો હતો. જ્યારે શંકરજીએ પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા તો તેઓ ગુસ્સે થયા હતા. આત્મદાહ બાદ દેવીના શરીરના 51 ભાગ અલગ અલગ સ્થળો ઉપર પડ્યા હતા.
હિંગળાજ મંદિર જ્યાં સ્થિત છે ત્યાં દેવી સતીનું માંથુ પડ્યું હતું. એટલા માટે મંદિરમાં માતા પોતાનાઆખા રૂપમાં દેખાતા નથી. અહીં માત્ર માતાનું માથું જ નજર આવે છે. અહીં હિન્દુ મુસલમાનની એક્તા નજરે ચડે છે. મુસલમાન પણ દેવીની સામે પોતાનું શીશ ઝુકાવે છે. પાકિસ્તાનીઓ માટે આ મંદિર નાનીનું મંદિર છે. નાનીના આ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાનું શીશ ઝુકાવે છે.
અહીં પહોંચવાનો રસ્તો જેટલો મુશ્કેલ છે એટલો જ સુંદર પણ છે. અહીં મંદિર મોટુ નહીં પરંતુ ઘણુ પ્રાચીન છે. ભારતીયોને અંહી દર્શન કરવા જવા માટે પાકિસ્તાન સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. જો પાસપોર્ટ અને વીઝા હશે તો પાકિસ્તાન સરકાર કદાચ મંજૂરી આપી શકે.
આ શક્તિપીઠ ખુબજ પ્રસિદ્ધ છે. દુનિયાભરના હિન્દુઓઓ માટે ખુબજ મહત્વપૂર્ણ છે. એવી પણ માન્યતા છે કે ભક્તો 10 ફૂટ લાંબા અંગારાના એક રસ્તા ઉપર ચાલતા માતાના દર્શન કરવા પહોંચે છે. જેથી ભક્તોની દરેક મનોકામના પૂરી થઇ જાય છે.