આ મંદિરમાં હિંદુ અને મુસ્લિમ સાથે કરે છે પૂજા, જાણો ક્યાં અવેલુ છે આ મંદિર

મંદિરો માટે હિંદુઓને ખુબ જ શ્રદ્ધા હોય છે. આપણા ભગવાનના દર્શન કરવા વાળા લોકો કોઈ પણ કઠીન રસ્તો હોય પાર કરી જાય છે. આજે આપણે જે શક્તિ પીઠની વાત કરી રહ્યા છીએ તે ભારતમાં નહિ પરંતુ પાકિસ્તાનમાં આવેલું છે. કરાચીમાં વસેલું આ મંદિરની માન્યતા ખુબ જ છે. કહેવાય છે કે આ હિંગળાજ દેવીના નામથી પ્રસિદ્ધ આ શક્તિ પીઠ 2000 વર્ષ જુનું છે.

-આ શક્તિ પીઠમાં સતી માતાના રૂપમા માં ના દર્શન કરવામાં આવે છે.

-કરાચીથી ૬૦ કિમી દુર આવેલ આ સ્થાનને નાની નું મંદિર અથવા નાની નું હજ પણ કહેવામાં આવે છે.

-અહિયાં મોટા મોટા આધ્યાત્મિક ગુરુ પણ દર્શન કરવા માટે આવી ચુક્યા છે.

-કહેવાય છે કે ભગવાન રામ પણ રાવણના મૃત્યુ પછી અહિયાં યજ્ઞ કરવા માટે આવ્યા હતા.

-અહિયાં હિંદુ અને મુસ્લિમ બંને પૂજા કરે છે.

-દર વર્ષે અહિયાં લાખો શ્રદ્ધાળુ પૂજા કરવા માટે આવે છે.

મંદિર ની બનાવટ:

હિંગળા નદીના કિનારે વસેલું આ મંદિર વૈષ્ણવ દેવીના મંદિર જેવું છે. અહિયાં માં ના દર્શન ગુફામાં કરવામાં આવે છે. પહેલા નદીમાં સ્નાન કર્યા પછી લોકો અહિયાં દર્શન માટે અહિયાં પહોંચે છે. અહોયા પહેલા ગણેશજીને અને પછી હિંગળાજ દેવી ના મંદિર ના દર્શન થાય છે. અહીં બ્રહ્મ કુંડ અને તીરકુંડ નામના બે કુંડ પણ છે. અહી માં ની પૂજા સતી રૂપમાં કરવામાં આવે છે.

મંદિર નો રસ્તો :

આ મંદિર નો રસ્તો ખુબ કઠીન છે, આ કાચા રસ્તા પર ઘણા નાળા અને કુવા આવે છે, પગથી ચાલવા વાળા આ માર્ગ પર કોઈ રસ્તો નથી. હજુ પણ દર વર્ષે લોકો મોટી સંખ્યામાં અહી માથા ટેકવા માટે પહોચે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer